પાર્ટીના આદેશનું ઉલ્લંઘન! TMCના બે સાંસદોએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કર્યું મતદાન

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી તરફથી અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પાર્ટીના કોઈપણ સભ્ય ભાગ લેશે નહીં. ભાજપ ઉમેદવાર જગદીપ ધનખડ અને વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વાને સમર્થન કરશે નહીં. નોંધનીય છે કે આ ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યોને વોટ આપવાનો અધિકાર હોય છે. આ અંતર્ગત ટીએમસીના તમામ સાંસદોએ મતદાનથી દૂર રહેવા કહેવામાં આવ્યું હતું. જોકે, મળતી માહિકી અનુસાર સુદીપ બેનર્જીએ શિશિર અધિકારી અને દિવ્યેંદુ અધિકારીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લીધો હતો. જોકે, બંને પિતા-પુત્ર આ મુદ્દે વાતચીત કરવાનું કે પ્રતિક્રિયા આપવાનું ટાળી રહ્યા છે.
નોંધનીય છે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં શિશિર અને દિવ્યેંદુ અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિનું પદ દેશમાં સૌથી ઉંચું છે. તો એ ચૂંટણીમાં જનપ્રતિનિધિ વોટ શા માટે ન આપી શકે?
રાજ્યના મુ્ય પ્રધાન અને ટીએમસી પાર્ટીના સુપ્રીમો મમતા બેનર્જી દિલ્હીમાં છે અને શિશિર અને દિવ્યેંદુ અધિકારી પણ દિલ્હીમાં જ છે, તેમ છતાં મમતા બેનર્જીએ તેમને ડિનર માટે આમંત્રિત કર્યા નહોતા. મળતી માહિતી અનુસાર એક તરફ પાર્ટી તેમનાથી અંતર જાળવી રાખવાની કોશિશ કરી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.