તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને મમતા બેનર્જીના નજીકના મનાતા સાકેત ગોખલેની ગુજરાત પોલીસે ધરપકડ કરી છે. ટીએમસીના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયને ધરપકડની અંગે માહિતી આપી હતી.
ડેરેક ઓ બ્રાયને ટ્વિટર પર જણાવ્યું હતું કે સાકેત ગોખલે સોમવારે રાત્રે 9 વાગ્યાની ફ્લાઇટમાં નવી દિલ્હીથી જયપુર ગયા હતા, જ્યારે તેઓ જયપુર ઉતર્યા ત્યારે રાજસ્થાન એરપોર્ટ પર ગુજરાત પોલીસ પહેલેથી જ તેમની રાહ જોઈ રહી હતી. સાકેત જેવા પ્લેનમાંથી ઉતર્યા તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.
ટીએમસીના પ્રવક્તા સાકેત ગોખલેએ પીએમ મોદી પર આરોપ લગાવ્યા હતા. સાકેત ગોખલેએ આરટીઆઈના આધારે દાવો કર્યો હતો કે મોરબી મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત, ઈવેન્ટ મેનેજમેન્ટ અને ફોટોગ્રાફી માટે રૂ. 5.5 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે સરકારે આ અકસ્માતમાં જીવ ગુમાવનારા 135 લોકોના પરિવારને માત્ર ચાર લાખનું વળતર આપ્યું છે, જે કુલ પાંચ કરોડ રૂપિયા થાય છે. સાકેત ગોખલેએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈવેન્ટ મેનેજમેન્ટનો ખર્ચ 135 લોકોના પરિવારોને આપવામાં આવેલા વળતર કરતાં વધુ હતો.
નોંધનીય વાત એ છે કે સાકેત ગોખલે આ ટ્વીટ એક ગુજરાતી સમાચાર પત્રમાં છપાયેલા સમાચારને આધારે કર્યું હતું. ન્યુઝ પેપરનો ફોટો Dax Patel નામના ટ્વીટર યુઝરે શેર કર્યા હતા, સાકેત ગોખલેએ માત્ર એ ટ્વીટના સ્ક્રિનશોટ જ શેર કર્યા હતા.
RTI reveals that Modi’s visit to Morbi for a few hours cost ₹30 cr.
Of this, ₹ 5.5cr was purely for “welcome, event management, & photography”.
135 victims who died got ₹4 lac ex-gratia each i.e. ₹5 cr.
Just Modi’s event management & PR costs more than life of 135 people. pic.twitter.com/b4YNi1uB9c
— Saket Gokhale (@SaketGokhale) December 1, 2022
“>
સાંસદ ડેરેક ઓ બ્રાયને જણાવ્યું કે સાકેત ગોખલેએ સોમવારે મોડી રાત્રે 2 વાગ્યે તેમની માતાને ફોન કર્યો અને કહ્યું કે પોલીસ તેમને અમદાવાદ લઈ જઈ રહી છે અને તે આજે બપોર સુધીમાં અમદાવાદ પહોંચી જશે. પોલીસે ફોન અને તમામ સામાન જપ્ત કરી લીધો છે.
પીઆઈબી ફેક્ટ ચેક ટીમે આ દાવાને ખોટો ગણાવ્યો હતો. પીઆઈબી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવી કોઈપણ આરટીઆઈનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.