TMCએ યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ઉતારવાનો નિર્ણય કર્યો

દેશ વિદેશ

તૃણમૂલ કોંગ્રેસના નેતા યશવંત સિન્હાએ મંગળવાર, 21 જૂને કહ્યું હતું કે તેમના માટે પાર્ટીની રાજનીતિથી દૂર જઈને મોટા રાષ્ટ્રીય હેતુ માટે કામ કરવાનો સમય આવી ગયો છે. ટીએમસીએ રાષ્ટ્રપતિ પદ માટે સંયુક્ત-વિપક્ષના ઉમેદવાર તરીકે તેમના નામનો પ્રસ્તાવ મૂકવાનો નિર્ણય કર્યા પછી તરત જ તેમનો આ નિર્ણય આવ્યો હતો.
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહાએ મંગળવારે, 21 જૂને ટ્વિટ કર્યું: “મમતાજીએ મને TMCમાં આપેલા સન્માન અને પ્રતિષ્ઠા માટે હું તેમનો આભારી છું. હવે એવો સમય આવી ગયો છે કે જ્યારે મોટા રાષ્ટ્રીય ઉદ્દેશ્ય માટે મારે પક્ષ છોડીને વિપક્ષી એકતા માટે કામ કરવું પડશે. મને ખાતરી છે કે તેઓ આ પગલાને મંજૂર કરશે.

I am grateful to Mamataji for the honour and prestige she bestowed on me in the TMC. Now a time has come when for a larger national cause I must step aside from the party to work for greater opposition unity. I am sure she approves of the step.

— Yashwant Sinha (@YashwantSinha) June 21, 2022

“>

ઉલ્લેખનીય છએ કે અગાઉ, બંગાળના પૂર્વ રાજ્યપાલ ગોપાલ કૃષ્ણ ગાંધી, એનસીપીના વડા શરદ પવાર અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંયુક્ત-વિપક્ષના ઉમેદવાર બનવાનો ઇનકાર કર્યો હતો. વિકલ્પ તરીકે, ભાજપના ભૂતપૂર્વ નેતાના નામ પર કોઈ સર્વસંમતિની શક્યતા ઓછી દેખાય છે.
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહા (84) ગયા વર્ષએ માર્ચ મહિનામાં તૃણમૂલ કૉંગ્રેસમાં જોડાયા હતા. સિંહાએ અટલ બિહારી વાજપેયી કેબિનેટમાં નાણા મંત્રી અને વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી. શરૂઆતમાં લાલકૃષ્ણ અડવાણીના વફાદાર તરીકે જોવામાં આવતા હતા. નરેન્દ્ર મોદી સરકાર હેઠળ દેશની લોકશાહીને “ખતરો”નો સામનો કરવો પડી રહ્યો હોવાનો આક્ષેપ કરીને તેમણે રાજીનામું આપ્યું ત્યાં સુધી તેઓ 2018 સુધી ભાજપમાં રહ્યા હતા. હવે તેઓ TMCના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે.
નવા રાષ્ટ્રપતિની પસંદગી માટે ઈલેક્ટોરલ કોલેજમાં NDA પાસે પહેલેથી જ 48 ટકાથી વધુ વોટ શેર છે. AAP અને TRS જેવા પક્ષોના બિન-પ્રતિબદ્ધ રહેવાના નિર્ણયે પણ વિપક્ષી છાવણી માટે મામલો વધુ જટિલ બનાવી દીધો છે. બંને પક્ષોએ 15 જૂને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC સુપ્રીમો મમતા બેનર્જીએ બોલાવેલી બેઠકમાં હાજરી આપી નહોતી. બેનર્જીએ બીજેડી અને વાયએસસીઆરસીપી જેવા પક્ષોનો સંપર્ક સાધ્યો છે, પણ હજી સુધી તેઓએ મગનું નામ મરી નથી પાડ્યું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.