બાપ રે! રાજકોટમાં પોલીસના ત્રાસથી યુવકે પી લીધી ફિનાઈલ, પોલીસકર્મીઓના છુટ્યા પસીના

આપણું ગુજરાત

રાજકોટમાં શનિવારે સવારે પોલીસ કમિશનરની ઓફિસ સામે એક યુવકે એકાએક ફિનાઈલ ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર પીયૂષ રાઠોડ નામના યુવકે લવ મેરેજ કર્યા હતાં અને તેની પત્ની પ્રેગ્નેન્ટ છે. તાલુકા પોલીસ કર્મચારીઓ પતિ પત્નીને વારંવાર બોલાવીને ત્રાસ આપી રહી હોવાના આરોપો રાઠોડે લગાવ્યા હતાં. પોલીસે અનેકવાર તેને માર માર્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું. ત્રાસથી કંટાળીને તેણે ફિનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઘટનાસ્થળે હાજર પોલીસ કર્મચારીઓએ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.