લાલ કિલ્લા પરથી નીકળી તિરંગા બાઇક રેલી, વેંકૈયા નાયડુએ લીલી ઝંડી બતાવી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દેશ આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. આ અંતર્ગત દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કેન્દ્રના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આજે લાલ કિલ્લાથી વિજય ચોક સુધી તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક મંત્રાલયે તમામ રાજકીય પક્ષોના સાંસદોને આ રેલીમાં હાજરી આપવા વિનંતી કરી હતી. સાંસદો હાથમાં તિરંગો લઇને ઉત્સાહિત જોવા મળ્યા હતા. રેલીને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ , કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને પીયૂષ ગોયલ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ રેલીમાં વિપક્ષનો એક પણ સાંસદ પહોંચ્યો નહોતો.

સંસદીય દળની બેઠકમાં ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે 9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે યોજાનાર કાર્યક્રમો વિશે પણ ચર્ચા કરી હતી. તેમણે ભાજપ સાંસદોને ‘હર ઘર તિરંગા’ ઝુંબેશ પર ભાર મૂકીને પોતપોતાના સંસદીય ક્ષેત્રના લોકોને જોડવા વિનંતી કરી હતી. નડ્ડાએ પાર્ટીના નેતાઓને સવારે 9 થી 11 વચ્ચે પ્રભાતફેરી કરવા અને પાર્ટીના યુવા પાંખના નેતાઓને હર ઘર તિરંગા અભિયાનને લોકપ્રિય બનાવવા માટે બાઇક દ્વારા તિરંગા યાત્રા કાઢવા માટે જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.