Homeવીકએન્ડતિરાના... વાત આલ્બેનિયન કેપિટલમાં ચક્ર અને ચક્કરની...

તિરાના… વાત આલ્બેનિયન કેપિટલમાં ચક્ર અને ચક્કરની…

અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી

આલ્બ્ોનિયન કેપિટલમાં તિરાનામાં આખરે ઇન્ડિયન રેસ્ટોરાં હાથ લાગ્યું. કોન્ો ખબર હતી કે પહેલાં ક્યાંય ભારતીય ભોજન નહીં દેખાય અન્ો પછી સીધું ફાઇન ડાઇનિંગ સ્ટાઇલ ભાણું હાથ લાગશે. તિરાનામાં શહેરની મધ્યે આવેલું રેસ્ટોરાં ચક્ર, પોતાના નામન્ો જરા વધુ પડતું સિરિયસલી લઈ લેતું હોય ત્ોવું લાગતું હતું. રેસ્ટોરાંનું ડેકોરેશન પણ અત્યંત આર્ટિસ્ટિક અન્ો ઉચ્ચ કક્ષાનું લાગતું હતું. ત્યાં ચીલાચાલુ સાડીઓ અન્ો ગ્રામ્ય દૃશ્યોનાં પ્ોઇન્ટિંગ નહોતાં. ઇન્ડિયન ક્રાટ અન્ો રંગો સાથે આધુનિક ડિઝાઇનનું યુઝન આ અજાણ્યા દેશમાં પોતાનું લાગતું હતું. જોકે ત્યાંનો આ યુઝનવાળો માહોલ અત્યંત પ્રોફેશનલ નીકળ્યો. અમન્ો તો એમ કે કમસ્ોકમ આલ્બ્ોનિયામાં આવીન્ો ઇન્ડિયન રેસ્ટોરાં ખોલવાની પ્રેરણાની વાર્તા કરવા માટે ત્યાં થડે બ્ોઠેલો કોઈ વાતોડિયો માલિક હશે, પણ ત્યાં તો કોણ જાણે ક્યાંનાં રૂક્ષ વેઇટરો સિવાય કોઈ ન હતું. મેન્યુ અન્ો દીવાલ પર યોગા સંબંધિત ચક્રોની વિગતો પણ ડેકોરેશનનો ભાગ બની ગઈ હતી.
દાળ-ભાત, પાલક પનીર અન્ો ભજિયાં ખાવાની એટલી ઇચ્છા હતી કે ત્ો કેટલું સારું હતું ત્ોનું કોઈ જજમેન્ટ કરી શકાય ત્ોમ ન હતું. રેસ્ટોરાં પ્રમાણમાં ખાલી અન્ો આલ્બ્ોનિયાના પ્રમાણમાં મોંઘું પણ હતું. અહીં આવી ઇકોનોમીમાં કેટલાં લોકો મોંઘું ઇન્ડિયન ફૂડ ખાવા આવતાં હશે ત્ો પ્રશ્ર્ન પણ થયો. અમન્ો ત્ોના વિષે પ્રશ્ર્નો હતા, પણ ત્ોના જવાબોની તો અમારે કલ્પના જ કરવાની હતી. અહીં આલ્બ્ોનિયામાં આવું રેસ્ટોરાં ખોલવા માટે ઇન્ડિયન મૂળનું કોણ અહીં ક્યારે આવીન્ો વસ્યું હશે અન્ો ત્ોમન્ો આવું રેસ્ટોરાં ખોલવાની પ્રેરણા અન્ો બજેટ ક્યાંથી મળ્યાં હશે. ભૂતકાળમાં યુરોપભરમાં રેફયુજી તરીકે આવીન્ો વસ્ોલાં સાઉથ એશિયન મૂળનાં લોકોએ રસ્ટિક રેસ્ટોરાં ખોલ્યું હોવાનાં તો ઘણાં ઉદાહરણો જોયાં છે. ખ્યાતનામ ટૂરિસ્ટિક શહેરોમાં તો ભવ્ય ઇન્ડિયન રેસ્ટોરાં જરાય નવી વાત નથી, પણ આલ્બ્ોનિયામાં આ જરા અલગ અનુભવ હતો. ખાવાનું તો ખાસ જામ્યું નહીં, પણ ભારતીય ભોજનની ઇચ્છા પ્ાૂરી કરવા મળી હોવાનો સંતોષ જરૂર થયો.
હવે તિરાનામાં જ બ્ો રાત રોકાઈન્ો પાછાં ઘરે જવાનું હતું. એકાદ દિવસ તો શહેરમાં ચક્કર લગાવવામાં જ નીકળી જવાનો હતો. એક દિવસ જરા નોર્થમાં રોઝાફા કાસલ જવાનું હતું, પણ ત્ો દિવસ તો તિરાનાન્ો નામ જ હતો. અમારી હોટલ પણ સ્ોન્ટરના કિલ્લાથી ઘણી નજીક હતી. આમ તો અહીંની હિસ્ટોરિકલ સિટીની વોકિંગ ટૂર કરી શકાય ત્ોમ છે જ, પણ અમે ત્ોના માટેનો સમય ચૂકી ગયાં હતાં. હવે વોકિંગ ટૂર જાત્ો જ ડિઝાઇન કરવી રહી. અન્ો ત્ોના માટે જરા એનવર હોક્ઝાનું બ્ોકગ્રાઉન્ટ મેળવવું જરૂરી હતું. આલ્બ્ોનિયા બીજા વિશ્ર્વયુદ્ધના અંતથી છેક ૮૦ના દશક સુધી ચાલીસ વર્ષથી પણ વધુ સમય એક સનકી કોમ્યુનિસ્ટ લીડરના કબજામાં હતું. ત્ો દરમ્યાન આ દેશ સાવ બિસ્માર હાલતમાં હતો. એવામાં છેલ્લા દશકમાં કોમ્યુનિસ્ટ ભૂતકાળન્ો પાછળ મૂકીન્ો આલ્બ્ોનિયા અન્ો ખાસ તિરાના અલગ જ પ્રોગ્રેસ તરફ નીકળી પડ્યાં છે. આલ્બ્ોનિયાના પ્રોગ્રેસન્ો બાંધી રાખનાર હોક્ઝાની કબર સામે જ આજે કેપિટાલિસ્ટિક માર્કેટના્ પ્રતીકની માફક કેએફસી અન્ો મેકડોનાલ્ડ ખૂલી ગયાં છે.
આ પોલિટિશિયન હોક્ઝાના નામે જ અહીં બીજી એક ભવ્ય પિરામિડ આકારની ઇમારત પણ છે. જોકે આજે ત્ોન્ો કોઈ હોક્ઝા બિલ્ડિંગ કહીન્ો બોલાવવાન્ો બદલે માત્ર પિરામિડા કહીન્ો બોલાવે છે. આ પિરામિડાએ છેલ્લા ત્રણ દશકોમાં જાણે અલગ અલગ જિંદગી જોઈ હોય ત્ોવું છે. ત્ોની શરૂઆત એક કોમ્યુનિસ્ટ પ્રોપોગાન્ડા બિલ્ડિંગ તરીકે થઈ. બાલ્કન યુદ્ધ દરમ્યાન અહીં મીડિયા ઑફિસોથી માંડીન્ો મ્યુઝિયમ અન્ો મોલ, બધું જ કામ થઈ ચૂક્યું છે. આજે આ ઇમારત તો ખાલી પડી છે. ત્યાં માત્ર ગ્રાફિટી આર્ટિસ્ટ અન્ો સ્કેટરોન્ો જલસા પડી ગયા છે. જોકે રંગીન ઇતિહાસના કારણે અહીં ટૂરિસ્ટની પણ કોઈ કમી તો નથી જ. પિરામિડા આસપાસ ઘણાં ચક્કર લગાવીન્ો હોક્ઝાના જ નામ પરની વધુ એક ઇમારત પાસ્ોથી પસાર થયાં. તિરાના છેલ્લાં થોડાં વર્ષોમાં રાજકીય બદલાવોની સાથે આર્કિટેક્ચર ની દૃષ્ટિએ પણ મેકઓવર પામતું રહૃાું છે. જોકે નવી ઇમારતો વચ્ચે ઐતિહાસિક ઓટોમાન અસર તો હજી પણ હાજર છે. ઓટોમાન શાસકોનો ઇતિહાસ તો અહીંના કલ્ચરનો અત્ાૂટ હિસ્સો છે.
તિરાનામાં કોસોવો સાથેના યુદ્ધના પણ ઘણા ભણકારા અનુભવાય છે. ખરેખર માન્યામાં ન આવે કે હજી ૧૯૯૦ના દશકમાં અહીંથી લોકોન્ો રાતોરાત જીવ બચાવવા ઘર છોડીન્ો ભાગવું પડ્યું હતું. શહેરના ઇતિહાસનો વધુ એક મહત્ત્વનો ભાગ છે સ્કાન્ડેરબર્ગ સ્કવેર. મધ્યમાં ઘોડા પર સવાર જ્યોર્ડ સ્કાન્ડેરબર્ગની પ્રતિમા સાથે આ ચોક કોઈ અલગ સદીનો હોય ત્ોવું લાગતું હતું. ખરેખર તિરાનાના ઘણા વિસ્તારો જાણે પ્ોચવર્કની જેમ અલગ અલગ સમયગાળાઓના સાક્ષી બનીન્ો રહી ગયા હોય ત્ોવું લાગતું હતું. આમ તો દરેક શહેરમાં એક સાથે અલગ સમયગાળાની હિસ્ટ્રી હોતી જ હોય છે, પણ કોણ જાણે કેમ, અહીં દરેક ઓટોમાન ઇમારતન્ો પહેલાં કોમ્યુનિસ્ટો એ અન્ો પછી કેપિટાલિસ્ટોએ પોતાની બનાવવાની મથામણ કર્યે રાખી છે.
અહીંનાં લોકો પણ જરા બહારની દુનિયા, વિકસી રહેલા ટૂરિઝમ વગ્ોરેમાં ખાસ રસ હોય ત્ોવાં લાગ્યાં નહીં. ગ્રીસ, ઇટાલી, ઇવન ટર્કીમાં લોકોમાં ઉત્સાહ જરૂર છે. ફ્રાન્સમાં પણ લોકો ટૂરિસ્ટન્ો ધિક્કારે છે, પણ જાણે ત્ોમના ગુસ્સામાં પણ ત્ોમનો પ્રેમ હોય ત્ોવું લાગ્ો. જ્યારે આલ્બ્ોનિયામાં લોકોન્ો પ્રમાણમાં ત્ોમના દેશન્ો જોવામાં કોઈન્ો શું રસ પડતો હશે ત્ો નવાઇ લાગતી હોય ત્ોવી ફીલિંગ આવતી હતી. આલ્બ્ોનિયન માહોલની એ નીરસ પણ ગમે ત્ોમ કરીન્ો જિંદગીન્ો વળગી રહેવાની લાલસાવાળી ફીલિંગ તિરાનાના દરેક ખૂણે જોવા મળી રહી હતી. અહીંની હિસ્ટ્રી પણ લોકો સાથે જીવંત તો હતી, પણ ત્યાંના લોકોન્ો પોતાની જ હિસ્ટ્રીમાં કોઈ રસ ન હોય ત્ોવું લાગતું હતુંં. તિરાનામાં આ અનુભૂતિ માત્ર કાલ્પનિક હતી કે ખરેખર લોકો એવાં હતાં ત્ો ખાતરી કરવા કોઈ સ્થાનિક ગાઇડન્ો મળવું જ રહૃાું. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular