મુંબઈ: ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનના ગત ફેબ્રુઆરી મહિનાના ફેક્ટરી એક્ટિવિટી ડેટા મજબૂત આવતાં ગઈકાલે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ચોક્કસ ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો છતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે સપ્તાહના અંતે માત્ર નિકલ, ટીન અને કોપર સ્ક્રેપ હેવીમાં સ્ટોકિસ્ટો ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૩૦ રૂ. પાંચ અને રૂ. એકનો ધીમો સુધારો આવ્યો હતો, જ્યારે કોપર કેબલ સ્ક્રેપ, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, કોપર વાયરબાર, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી પાંચનો ઘટાડો આવ્યો હતો. આ સિવાય અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.
પ્રાપ્ત અહેવાલ અનુસાર ગઈકાલે લંડન મેટલ એક્સચેન્જ ખાતે ચીનના આર્થિક ડેટા પ્રોત્સાહક આવતા કોપરના ત્રણ મહિને ડિલિવરી શરતે ભાવ આગલા બંધથી ૦.૭ ટકા વધીને ટનદીઠ ૯૦૨૦ ડૉલર આસપાસના મથાળે રહ્યાના અહેવાલ છતાં આજે માત્ર કોપર સ્ક્રેપ હેવીમાં વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧ વધીને રૂ. ૭૪૭ના મથાળે રહ્યા હતા.
આ સિવાય અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની વેચવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને અનુક્રમે રૂ. ૬૭૦ અને રૂ. ૪૮૫, કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૪ ઘટીને રૂ. ૭૯૬, લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. ૩ ઘટીને રૂ. ૧૯૫ અને કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને રૂ. ૭૫૩ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે નિકલ અને ટીનમાં સ્ટોકિસ્ટોની લેવાલી અને વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૩૦ વધીને રૂ. ૨૧૬૩ અને રૂ. પાંચ વધીને રૂ. ૨૧૮૦ના મથાળે રહ્યા હતા, જ્યારે કોપર સ્ક્રેપ હેવીમાં છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. એકના સુધારા સાથે રૂ. ૭૪૭ના મથાળે રહ્યા હતા. આ સિવાયની અન્ય તમામ ધાતુઓમાં ખપપૂરતી માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.
ટીન, નિકલ અને કોપર સ્ક્રેપ હેવીમાં સુધારો, અન્ય ધાતુમાં મિશ્ર વલણ
RELATED ARTICLES