Homeટોપ ન્યૂઝ...તો ૨૦૫૦ સુધીમાં આટલા શહેરો નક્શામાંથી થશે ગાયબ? મુંબઈ પણ!

…તો ૨૦૫૦ સુધીમાં આટલા શહેરો નક્શામાંથી થશે ગાયબ? મુંબઈ પણ!

મુંબઈ: મુંબઈ, કોચી, મેંગ્લોર, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ અને થિસુવનંતપુરમ શહેરની કિનારા પટ્ટીનો વિસ્તાર ૨૦૩૦ સુધી ઘટી જશે અને આગામી આઠ વર્ષમાં સમુદ્રના જળસ્તરમાં વધારો થતાં સમુદ્રનું પાણી કિનારાઓ પર ફરી વળશે. આટલું જ નહીં અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ૨૦૫૦ સુધી તો સમુદ્ર કિનારા પરના શહેર પર તોળાઈ રહેલું જળસંકટનું જોખમ ત્રણ ગણું વધી જશે, અનેક શહેરો નક્શા પરથી ગાયબ થઈ જશે.
ભારતની આર્થિક રાજધાની ગણાતી મુંબઈની ઓછામાં ઓછી ૧૦૦૦થી વધુ ઈમારતોને સમુદ્રના જળસ્તરમાં થઈ રહેલાં વધારાનો ફટકો પડશે. ઓછામાં ઓછા ૨૫ કિલોમીટર સુધીના રસ્તાઓ પર આની અસર જોવા મળશે. જ્યારે ભરતીનો સમય હશે ત્યારે આશરે અઢી હજારથી વધુ ઈમારતો અને સવાસો કિલોમીટર જેટલો રસ્તો પાણીની નીચે ગરકાવ થઈ જશે.
મુંબઈના હાજીઅલી, મરીન ડ્રાઈવ જેવા કિનારાના વિસ્તાર મુંબઈના નક્શા પરથી ગાયબ થઈ જશે, એવી ચોંકાવનારી વિગતો પણ આ અહેવાલમાં જાણવા મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular