Homeટોપ ન્યૂઝહેં, આ દેશના પાર્કમાં મેટિંગ વખતે વાઘે વાઘણને મારી નાખી

હેં, આ દેશના પાર્કમાં મેટિંગ વખતે વાઘે વાઘણને મારી નાખી

 

માન્યામાં આવે એવી વાત નથી, પરંતુ તાજેતરમાં બ્રિટનના નોસલે સફારી પાર્કમાં વાઘ અને વાઘણના મેટિંગ વખતે ગુસ્સે થયેલા વાઘે વાઘણ પર હિંસક હુમલો કર્યો હતો. આ હુમલા વખતે તો સફારી પાર્કના કર્મચારીઓની સાથે એનિમલ ટીમના કર્મચારીઓ પણ કંઈ કરી શક્યા નહોતા.

નોસલે સફારી પાર્કમાં આઠ વર્ષના વાઘે મિરોને 14 વર્ષની વાઘણ સિંડા પરના હુમલામાં ઘાયલ કરી નાખી હતી, ત્યારબાદ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. સફારી પાર્કના અધિકારીએ કહ્યું હતું કે છેલ્લા 12 વર્ષથી સાઈબિરિયન ટાઈગર સિંડા રહેતી હતી તથા અહીંના પાર્કના કર્મચારી સાથે તેને લગાવ પણ હતું. તેના મોતને કારણે કર્મચારીઓ તેને બહુ મિસ કરશે. મિરોન વાઘને 2020માં પાર્કમાં લાવવામાં આવ્યો હતો. આ અગાઉ સિંડાની સાથે મેટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પરંતુ મિરોન ક્યારેય આક્રમક જોવા મળ્યો નથી.

જે રીતે આ ઘટના ઝડપથી બની ગઈ એ વખતે કોઈ કશુ કરી શકે એમ નહોતા. મેટિંગની પ્રોસિજર વખતે એનિમલ ટીમ પણ હાજર હોય છે. આ પ્રક્રિયા વખતે ટાઈગરનો વ્યવહાર બહુ બારીકાઈથી જોવામાં આવે છે અને આ અગાઉ પણ બંને વચ્ચે મેટિંગ કરાવવામાં આવ્યું તો ટાઈગર ક્યારેય આક્રમક પણ જોવા મળ્યો નહોતો.

નિષ્ણાતોનું માનવું છે કે મેટિંગ વખતે આ પ્રકારના બનાવો બને તે અસામાન્ય નથી. જો આવું કેમ થતું હોય છે અને ટાઈગર શા માટે હિંસક થાય છે તેની જાણ નથી. અહીંના સફારી પાર્કમાં ભલે મિરોને સિંડા વાઘણને મારી નાખી છે, પરંતુ તેની સંભાળ રાખવાની જવાબદારી પાર્કની છે.

કહેવાય છે કે સામાન્ય સંજોગોમાં વાઘનું જીવન પંદર વર્ષનું હોય છે, જ્યારે તેને પિંજરા અથવા પાર્કમાં રાખવામાં આવે ત્યારે દસ વર્ષનું જીવન વધી જાય છે.

RELATED ARTICLES

Most Popular