ટાઈગર શ્રોફને ફરી થયો પ્રેમ?

ફિલ્મી ફંડા

બોલીવૂડ એક્ટર ટાઈગર શ્રોફ અને દિશા પટાણીએ પોતાના છ વર્ષના પ્રેમસંબંધોનો અંત આણ્યો છે ત્યારે હવે ટાઈગરનું નામ મોડેલ અને અભિનેત્રી આકાંક્ષા શર્મા સાથે જોડાઈ રહ્યું છે. ફિલ્મી કાનાફૂસી દ્વારા મળતી માહિતી અનુસાર આકાંક્ષાએ મોડેલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને વર્ષ 2020માં સાઉથ ફિલ્મ ત્રિવિક્રિમથી એક્ટિંગ ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. આકાંક્ષાએ વરુણ ધવન અને મહેશ બાબુ જેવા કલાકારો સાથે એડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.


મહત્ત્વની વાત એ છે કે આકાંક્ષાએ ટાઈગર સાથે એક મ્યૂઝિક વીડિયોમાં કામ કર્યું છે. દિશા પટાણી સાથે બ્રેકઅપ થયાને હજુ વધુ સમય થયો નથી ત્યારે ટાઈગરનું નામ આકાંક્ષા સાથે ચર્ચાઈ રહ્યું છે. જોકે, એક ઈન્ટરવ્યૂ દરમિયાન ટાઈગરે જણાવ્યું હતું હતું કે, આ વાતમાં કોઈ તથ્ય નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.