મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલને ડ્રગ્સની હેરાફેરી સામે મોટી સફળતા મળી છે. એન્ટી-નાર્કોટિક્સ સેલે બે અલગ-અલગ વિસ્તારોમાંથી એક નાઈજિરિયન સહિત ત્રણ ડ્રગ પેડલરની ધરપકડ કરી છે અને તેમની પાસેથી રૂ. 1.35 કરોડના પ્રતિબંધિત ડ્રગ્સ જપ્ત કર્યા છે.
મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે એન્ટી-નાર્કોટિક્સ સેલના બાંદ્રા યુનિટે બે દાણચોરોની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી એક કરોડ રૂપિયાના 500 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યા હતા. ડ્રગ્સ પેડલર્સ સામે NDPS એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.
એન્ટિ નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટે મઝગાંવ વિસ્તારમાંથી એક નાઈજિરિયન ડ્રગ સ્મગલરની ધરપકડ કરી હતી અને તેના કબજામાંથી MD અને મેથામ્ફેટામાઈન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 35.30 લાખ રૂપિયા છે. આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
મુંબઈમાં નાઈજીરિયન સહિત ત્રણ દાણચોરોની ધરપકડ, 1.35 કરોડ રૂપિયાના પ્રતિબંધિત ડ્રગ્સ જપ્ત
RELATED ARTICLES