Homeદેશ વિદેશત્રણ ઉપગ્રહ ભ્રમણકક્ષામાં મુકાયા

ત્રણ ઉપગ્રહ ભ્રમણકક્ષામાં મુકાયા

શ્રીહરિકોટા: ઇસરોએ શુક્રવારે નાના ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન સેગમેન્ટમાં પ્રથમ સફળતા મેળવી હતી અને તેના એસએસએલવી ડીટૂ રોકેટે ત્રણ ઉપગ્રહોને નિર્ધારિત ભ્રમણકક્ષામાં દાખલ કર્યા હતા.
ઉપગ્રહોમાં ઇસરોનો પૃથ્વી અવલોકન ઉપગ્રહ ઇઓએસ-૦૭ સામેલ હતો. ૨૦૨૩માં ઇસરોના પ્રથમ મિશન અને એસએસએલવીની સિક્વલમાં એક વિચિત્ર સંયોગ જોવા મળ્યો હતો એ સવારે ૯.૧૮ વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું તે જ સમયે તેના પુરોગામી ૭ ઑગસ્ટ ૨૦૨૨ના રોજ સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉપડ્યું હતું પરંતુ તેને સફળતા નહોતી મળી.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના અધ્યક્ષ એસ. સોમનાથે જણાવ્યું હતું કે પીએસએલવીએ તેના બીજા પ્રયત્નમાં ત્રણેય ઉપગ્રહોને ચોકસાઇ સાથે ધારેલી ભ્રમણકક્ષામાં મૂક્યા હતા. તેમણે તરત જ મિશન કંટ્રોલ સેન્ટર (એમસીસી) તરફથી જણાવ્યું હતું કે ભારતના અવકાશ સમુદાયને અભિનંદન. અમારી પાસે એક નવું પ્રક્ષેપણ વાહન છે નાનો ઉપગ્રહ એસએસએલવી તેના બીજા પ્રયાસમાં એસએસએલવી ડીટુ એ ઉપગ્રહોને નિશ્ર્ચિતપણે ઇચ્છિત ભ્રમણકક્ષામાં મૂક્યા છે. ત્રણેય સેટેલાઇટ ટીમોને અભિનંદન. અગાઉના એસએસએલવી પ્રક્ષેપણને લગતી તમામ સમસ્યાઓ ઉકેલવામાં આવી છે અને સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા છે. મિશન ડાયરેક્ટર એસ. વિનોદે જણાવ્યું હતું કે ૭ ઑગસ્ટ ૨૦૨૨ની નિષ્ફળતા બાદ ઈસરોની ટીમે ટૂંક સમયમાં જ “પુનરાગમન કર્યું છે. ઇઓએસ-૦૭ એ ૧૫૬.૩ કિલોગ્રામનો ઉપગ્રહ છે જે ઇસરો દ્વારા ડિઝાઇન, વિકસિત અને સાકાર કરવામાં આવ્યો છે. (પીટીઆઇ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular