બનાસકાંઠામાં બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણ વ્યક્તિ અને 20થી વધુ ઘેટા-બકરા મોતને ભેટ્યા

આપણું ગુજરાત

Banaskantha: બનાસકાંઠા  જિલ્લામાં ફરી એક અકસ્માત(Accident) સર્જાયો છે. પાલનપુર(Palanpur)ના એસબીપુરા પાટીયા નજીક બે ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માત માં ત્રણ લોકોના મોત થયા હોવાની જાણકારી મળી રહી છે. ઉપરાંત આ દુર્ઘટનામાં 20થી વધુ ઘેટા-બકરાંના પણ મોત થયા છે. અકસ્માતને લઈએ આસપાસના વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ છે

મળતી માહિતી મુજબ રાજસ્થાનથી ઘેટાં-બકરાં ભરી એક ટ્રક અમદાવાદ તરફ જઈ રહી હતી, ત્યારે પાલનપુરના એસબીપુરા પાટીયા નજી ઉભેલા ટ્રકને પાછળથી જોરદાર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ડ્રાઈવર બતાયા ખાન અને ટ્રકમાં સવાર વલીખાન સિંધી અને માલકખાન સિંધી નામના બે લોકો ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
આ સાથે જ ટ્રકની અંદર ભરેલા 20થી વધારે ઘેટાં-બકરાં પર મૃત્યુ પામ્યા હતા.
આ અકસ્માતના પગલે આજુબાજુના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પાલનપુર તાલુકા પોલીસને અકસ્માતની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રકમાંથી મૃતકોને બહાર કાઢી પીએમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે. હજુ બે દિવસ આગાઉ છાપી નજીક સિક્સ લાઈન હાઇવે પર ટ્રક અને સ્વીફ્ટ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો તેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.