ભાવનગરની હૉસ્પિટલમાં લઠ્ઠાકાંડના વધુ ત્રણ લોકોએ દમ તોડ્યો: મૃત્યુઆંક વધીને ૧૮ થયો

આપણું ગુજરાત

(વિપુલ હિરાણી-ભાવનગર)

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભાવનગર: શહેરની હૉસ્પિટલમાં વધુ ત્રણ દર્દીઓનાં મોત નિપજતાં સર્જાયેલા ભાવનગરની હૉસ્પિટલમાં લઠ્ઠાકાંડમાં થયેલ મૃત્યુઆંક વધીને ૧૮ થવા પામ્યો છે. હજુ ભાવનગરની હૉસ્પિટલમાં ૭૦ અસરગ્રસ્તો સારવાર હેઠળ છે.
બરવાળા પંથકમાં કેમિકલયુક્ત દારૂથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં અસર પામેલા અસરગ્રસ્તોને છેલ્લા બે દિવસથી ભાવનગરમાં ખસેડવામાં આવી રહ્યા છે. ભાવનગરની સર.ટી હૉસ્પિટલમાં આ દર્દીઓ પૈકી ગઈ રાત સુધીમાં ૧૫નાં મોત નીપજ્યાં હતાં. આજે સવારે વધુ ત્રણ દર્દીઓના મોત નિપજતાં ભાવનગરની હૉસ્પિટલમાં મૃત્યુઆંક વધીને ૧૮ સુધી પહોંચ્યો છે. ભાવનગરની સર.ટી હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા રમેશભાઈ મધુભાઈ ખાંભલિયા(રે.ભીમનાથ), કિરીટભાઈ કાળુભાઈ સોલંકી ( રે.ચંદરવા) અને અશોકભાઈ ગોવિંદભાઈ સીતાપરા (રે.વેજલકા)ના સારવાર દરમિયાન મોત થયા છે.
ભાવનગરની સર.ટી હૉસ્પિટલમાં ૭૦ જેટલા દર્દીઓ સારવારમાં છે. ભાવનગરની સર.ટી હૉસ્પિટલમાં સતત ૧૦૮ની એમ્બ્યુલન્સની અવરજવર જોવા મળી રહી છે અને લોકોનાં ટોળેટોળાં પણ જોવા મળી
રહ્યાં છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.