નાલાસોપારાથી ગુમ ત્રણ સગીરા સુરત-વાપીમાં મળી આવી

આપણું ગુજરાત આમચી મુંબઈ

પાલઘર: નાલાસોપારાના ઘરમાંથી ભાગીને ગુજરાત ગયેલી ત્રણ સગીરાને સુરત અને વાપીથી તાબામાં લેવાઈ હતી. પોલીસ ઈન્સ્પેક્ટર મહેન્દ્ર શેલારે જણાવ્યું હતું કે આઠમા ધોરણમાં ભણતી ત્રણેય કિશોરી ૧૪ સપ્ટેમ્બરે ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોએ નાલાસોપારાના પેલ્હાર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદો નોંધાવી હતી. તપાસ દરમિયાન એક કિશોરી સુરતમાંથી, જ્યારે અન્ય બે વાપીમાંથી મળી આવી હતી. નાલાસોપારામાં લવાયેલી ત્રણેય સગીરાની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે બે કિશોરી રાજસ્થાનમાં રહેતા તેમના બૉયફ્રેન્ડ્સને મળવા ઘરેથી ભાગી હતી, જ્યારે ત્રીજીએ તેમને સાથ આપ્યો હતો. બે કિશોરીને સુધારગૃહમાં મોકલી દેવાઈ હતી, જ્યારે એક કિશોરી તેના પરિવારજનોના તાબામાં સોંપાઈ હતી. (પીટીઆઈ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.