ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ સર્જાયો ભીષણ અકસ્માત, ત્રણના મોત બે ઘાયલ

આપણું ગુજરાત

ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર કાર અને ટ્રકની જોરદાર ટક્કર થતાં ત્રણ જણના કરુણ મોત નિપજ્યા છે ત્યારે બે જણને ગંભીર ઈજા પહોંચી હોવાથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અકસ્માતો માટે કુખ્યાત બનેલા ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર છાશવારે પ્રાણઘાતક અકસ્માતો સર્જાતા રહે છે અને નિર્દોષ નાગરિકોના પ્રાણ જાય છે આમ છતાં પ્રશાસન આંખ આડા કાન કરી રહ્યું છે. જીવલેણ અકસ્માત માટે જવાબદાર કારણો-સમસ્યાઓનું સમાધાન નથી કરવામાં આવી રહ્યું ત્યારે આજરોજ ધોલેરા પોલીસ મથક હેઠળના પીપળી-વટામણ વચ્ચે વડોદરા બાજુથી આવી રહેલ ડુંગળી ભરેલ મધ્યપ્રદેશ પાસિંગ નો ટ્રક નં-એમ પી-09-એચએચ-4980 ભાવનગર તરફ આવી રહ્યો હતો તે વેળાએ સિહોરથી ખેડા જિલ્લા તરફ જઈ રહેલી કારમાં સવાર પાંચ વ્યક્તિને આ અકસ્માત નડ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.