ભાવનગરના પીપળી નજીક કાર-ટ્રક વચ્ચે અકસ્માતમાં ત્રણનાં મોત

આપણું ગુજરાત

(તસવીર: વિપુલ હિરાણી-ભાવનગર )
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભાવનગર: અમદાવાદ શોર્ટ રૂટ ઉપર ધોલેરા-પીપળી વચ્ચે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા કારમાં સવાર ત્રણ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે મોત થયાં હતાં. જ્યારે બે લોકોને ઇજા થતાં ૧૦૮ દ્વારા સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા હતા.
આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ ભાવનગર અમદાવાદ શોર્ટકટ રોડ ઉપર પીપળી ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર થયેલા અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ અને ૧૦૮ ઇમરજન્સીનો સ્ટાફ દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખસેડાયા હતા. આ અકસ્માતના મૃતકોમાં સુખાભાઈ જેઠાભાઈ મકવાણા ગામ શિહોર જી. ભાવનગર, ગોવિંદભાઈ હમિરભાઇ ગોહેલ ગામ ઇશ્ર્વરીયા તા. શિહોર તથા વિહાભાઇ લખમણભાઇ ખાભલીયા ગામ રામધરી તા. શિહોર વાળા હોવાનું ખૂલ્યું હતું. આ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.