Homeટોપ ન્યૂઝતહેવાર ફેરવાયો માતમમાંઃ ભાણિયા માટે પતંગ લેવા જતા મામા-મામી સહિત ત્રણેય બન્યા...

તહેવાર ફેરવાયો માતમમાંઃ ભાણિયા માટે પતંગ લેવા જતા મામા-મામી સહિત ત્રણેય બન્યા અકસ્માતનો ભોગ

 

પંચમહાલ જિલ્લાના બીલીઠા ગામે બહેનના ઘરે આવેલા ભાઈ-ભાભી ભાણિયા માટે કપડા અને
પતંગની ખરીદી કરાવવા બાઈક પર જઈ રહ્યા હતા. દરમિયાન કારે બાઈકને ટક્કર મારતા મામા-મામી અને
ભાણિયાનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું.

સુત્રોના જણાવ્યા મુજબ પંચમહાલ જિલ્લાના શહેરના
તાલુકાના સાદરા ગામમાં રહેતા અરવિંદ માછી (ઉં.વ. 26), પત્ની કલ્પના માછી (ઉં.વ. 26) ઉત્તરાયણનો
તહેવાર મનાવવા બીલીઠા ગામે બહેનના ઘરે આવ્યા હતા. દરમિયાન દંપત્તિએ વહાલસોયા ગૌરવ (ઉ.વ.11)ને
ઉત્તરાયણ નિમિત્તે પતંગ, દોરી અને કપડાની ખરીદી કરવાનું નક્કી કરતા ત્રણે અરવિંદના બાઈક પર
બાલાસિનોર આવવા માટે નીકળ્યા હતા. ત્યારે સામેથી આવતી કારના ચાલકે બાઇકને ટક્કર મારતા ત્રણે ઉછળી
જમીન પર પછડાતા ત્રણેયના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular