શોકીંગ: અમેરિકામાં વાઇટ હાઉસની બહાર વીજળી પડી, ત્રણ લોકોના મોત, ઘણા ઘાયલ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં ગુરુવારે સાંજે રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસ પાસે વીજળી પડવાથી ત્રણ લોકોના કરુણ મોત થયા હતા. એક દંપતી તેમના પરિવાર સાથે વ્હાઈટ હાઉસની નજીક સ્થિત પાર્ક લાફાયેટ સ્ક્વેરમાં તેમની લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરવા માટે આવ્યું હતું ત્યારે આ ઘટના ત્યારે બની હતી. લાફાયેટ પાર્કમાં વીજળી પડતાં કેટલાંય લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં, ડિસ્ટ્રિક્ટ ઑફ કોલંબિયા ફાયર એન્ડ ઈમરજન્સી મેડિકલ સર્વિસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમાંથી ત્રણના મૃત્યુ થયા હતા.
વાઇટ હાઉસના પ્રવક્તાએ કહ્યું હતું કે બાઇડેન વહીવટીતંત્ર વીજળી પડવાની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે.
“લાફાયેટ પાર્કમાં વીજળી પડવાથી થયેલી જાનહાનિથી અમે દુઃખી છીએ. અમારું હૃદય એવા પરિવારો સાથે છે જેમણે પ્રિયજનોને ગુમાવ્યા છે, અને અમે તેમના જીવન માટે લડતા લોકો માટે પ્રાર્થના કરીએ છીએ,”એમ પ્રેસ સેક્રેટરી કરીન જીન-પિયરે એક નિવેદનમાં જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.