Homeઆપણું ગુજરાતઅરેરાટીઃ વીજવાયરને અડકી જતા ત્રણ બાળકના મોત

અરેરાટીઃ વીજવાયરને અડકી જતા ત્રણ બાળકના મોત

ભાવનગરના મહુવાના કાટકડા ગામમાં વીજવાયરને અડકી જતા ત્રણ બાર વર્ષીય બાળકના મોત નિપજ્યા હતા. બાળકો શાળાએથી ઘર તરફ આવતા હતા ત્યારે ઘર પાસેના ખેતરમાં ખુલ્લા વાયરોને અડી જતા પળવારમાં ત્રણેયના મોત થયા હતા.
મહુવા તાલુકાના કાટકડા ગામે 3 બાળકો સ્કૂલેથી છૂટીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે વાડીના ખેતરમાં વીજ કરંટ લાગતા ત્રણેય બાળકોના ઘટના સ્થળ પર જ મૃત્યુ થયા હતા. બાળકોને શોર્ટ લાગ્યાની આજુબાજુના વાડીના લોકોને જાણ થતાં તાત્કાલિક દોડીને ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા. પરંતુ તે પહેલા જ ત્રણેય બાળકોના મૃત્યુ થઈ ગયા હતા.
સવારે સ્કૂલમાં ગયા બાદ ઘરે પરત જવા માટે બાળકો ખેતરમાં પહોંચ્યા ત્યારે વાડીની બાજુમાં રાખેલા વીજળીના ખુલ્લાં વાયરને અડી જતા એક પછી એક ત્રણેય બાળકોને કરંટ લાગ્યો હતો.

તેઓ વીજ વાયરને ચોંટી ગયા હતા. તેમને જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
બાળકોમાં બે છોકરી અને એક છોકરો હતો. ત્રણેય બાર વર્ષના હતા. હોળીના દિવસોમાં બનેલી ઘટનાથી ગામમાં સોંપો પડી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular