Homeઆપણું ગુજરાતઅમદાવાદમાં ટેસ્ટ મેચ ટાણે ધમકીભર્યો મેસેજ વહેતો કરનારા બે શખસો મધ્ય પ્રદેશમાંથી...

અમદાવાદમાં ટેસ્ટ મેચ ટાણે ધમકીભર્યો મેસેજ વહેતો કરનારા બે શખસો મધ્ય પ્રદેશમાંથી પકડાયા

અમદાવાદ: શહેરમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાનની વિશેષ ઉપસ્થિતિમાં બે દિવસ પહેલા શરૂ થયેલી બન્ને દેશ વચ્ચેની ટેસ્ટ મેચ ટાણે જ કથિત ખાલિસ્તાની સમર્થકોએ ‘ગુજરાતના લોકો ૯ માર્ચે ઘરમાં સુરક્ષિત રહો, ખાલિસ્તાન તરફી શીખ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હુમલો કરશે. ખાલિસ્તાની શીખ અને પોલીસ વચ્ચે બલીનો બકરો ન બનતા.’ એવો મેસેજ વાઇરલ કરીને વડા પ્રધાન મોદી વિરૂદ્ધ પણ કેટલીક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ પ્રિરેકોર્ડડ મેસેજ કરી ધમકી આપતો મેસેજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટ્રેસ કર્યો હતો. આ કેસમાં અમદાવાદ સાઇબર ક્રાઈમે મધ્યપ્રદેશથી બે શખસોની ધરપકડ કરી છે. સાઇબર ક્રાઈમનાં સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં ખાસ ટીમ મેસેજને ટ્રેસ કરીને મધ્યપ્રદેશની બે વ્યક્તિ સુધી પહોંચી હતી. જોકે આ શખસો ખાલિસ્તાન સાથે જોડાયેલા છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. આરોપીઓ પાસેથી ગેરકાયદેસર એક્સચેન્જ મળી આવ્યું છે. એક્સચેન્જનો ઉપયોગ ગેરકાયદેસર કામ કરવામાં માટે થાય છે. આરોપીઓને પ્રલોભન આપીને તેમના પાસે મેસેજ વાઈરલ કરાવવામાં આવ્યો છે. આરોપીઓએ સરળતા પકડી ન શકાય તેવી સિમ બોક્સ ટેકનોલોજી ટેક્નિકનો ઉપયોગ કર્યો હતો. પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. સોમવાર સુધી આરોપીઓને અમદાવાદ લાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે કથિત ખાલિસ્તાન સમર્થક ગ્રૂપ દ્વારા ધમકી મળતાં જ મેચના પ્રથમ દિવસે ભારત અને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. આ ઉપરાંત સ્ટેડિયમની પણ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મેસેજ વાઈરલ કરનારની તપાસ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular