બાંદ્રા બેન્ડ સ્ટેન્ડ પર નોટ દ્વારા ધમકી મળ્યા બાદ હવે અભિનેતા સલમાન ખાનને ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી છે. ઈમેલના લખાણમાં ગેંગસ્ટર બિશ્નોઈના નામનો ઉલ્લેખ છે, જે દિલ્હીની જેલમાં છે અને બે દિવસ પહેલા એક ન્યૂઝ ચેનલ પર તેનો ઈન્ટરવ્યુ આવ્યો હતો. આ ઈન્ટરવ્યુને ટાંકીને સલમાનને ધમકી આપવામાં આવી છે. દરમિયાન, વધતી ધમકીઓને કારણે થોડા દિવસો પહેલા સલમાનને સુરક્ષા વધારવાની સાથે બંદૂકનું લાઇસન્સ આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના આરોપમાં ભટિંડા જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. ઇન્ટરવ્યુમાં તેનો લુક બદલાયેલો જોવા મળી રહ્યો છે. આ ઈન્ટરવ્યુમાં લોરેન્સ બિશ્નોઈ કહી રહ્યો છે કે જે દિવસે તે અભિનેતા સલમાન ખાનને મારી નાખશે તે દિવસે તે ગુંડો બનશે. લોરેન્સે સલમાન ખાનને મારી નાખવાનું તેના જીવનનું લક્ષ્ય જણાવ્યું છે. સલમાન ખાન વિશે ગેંગસ્ટરે કહ્યું હતું કે તેણે માફી માંગવી પડશે. બિશ્નોઈએ સલમાનને ઉદેશીને કહ્યું હતું કે બિકાનેરના અમારા મંદિરમાં જાઓ અને માફી માગો. નહિંતર, પરિણામોનો સામનો કરવો પડશે. આ સાથે બિશ્નોઈએ ગુનાની દુનિયા છોડીને ગાય સેવા કરવાની ઈચ્છા વ્યક્ત પણ કરી હતી.
સલમાન ખાનને ઈમેલ દ્વારા ધમકી
RELATED ARTICLES