મુંબઈઃ મુંબઈમાં છેલ્લાં કેટલાય દિવસથી અહીંયા બ્લાસ્ટ કરીશું, ત્યાં બ્લાસ્ટ કરીશું, ફલાણી જગ્યાએ બોમ્બ છે જેવા અનેક કોલ્સ, મેસેજ અને ઈમેલ્સ આવી રહ્યા છે. વારંવાર આવી રહેલી આવી ધમકીઓને કારણે મુંબઈ પોલીસ એકદમ એલર્ટ મોડમાં આવી ગઈ છે.
હવે મુંબઈ પોલીસના જોઈન્ટ કમિશનરને મધરાતે એક વ્યક્તિએ મીરા-ભાયંદરમાં સ્ફોટ કરવાની ધમકી આપી હતી. આ ફોનને કારણે ફરી એક વખત પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે અને લોકોમાં ખળભળાટ મચી ગયો છે. મુંબઈ પોલીસના જોઈન્ટ કમિશનરને મધરાતે બે વાગ્યે યશવંત માને નામની વ્યક્તિનો ફોન આવ્યો હતો અને આ ફોન પર યશવંતે મીરા-ભાયંદરમાં વિસ્ફોટ કરીશું એવી ધમકી આપી હતી.
દરમિયાન ફોન પર યશવંતે મીરા-ભાયંદરના ચોક્કસ કયા વિસ્તારમાં ધડાકા કરવામાં આવશે એની કે આ ધડાકા ક્યારે કરાશે એ અંગેની કોઈ માહિતી આપવામાં આવી નહોતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ એક ક્રોસ કનેક્શન ફોનને કારણે મુંબઈ પોલીસ ત્રણ-સાડાત્રણ કલાક સુધી હેરાન-પરેશાન થઈ ગઈ હતી. એ સિવાય પુણેના ગૂગલ ઓફિસ પર પણ હુમલો કરવાની ધમકી આપતો ફોન કોલ્સ મુંબઈ બ્રાન્ચમાં કરવામાં આવ્યો હતો.
હવે અહીંયા બ્લાસ્ટ કરવાની ધમકી આપતો આવ્યો ફોન કોલ
RELATED ARTICLES