Homeટોપ ન્યૂઝઈઝરાયેલમાં નવા કાયદાના પ્રસ્તાવના વિરોધમાં લાખો લોકો સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી...

ઈઝરાયેલમાં નવા કાયદાના પ્રસ્તાવના વિરોધમાં લાખો લોકો સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા

ઈઝરાયેલમાં સુપ્રીમ કોર્ટની સત્તાઓને સંચાલિત કરવાના સરકારના નવા કાયદાની દરખાસ્તને કારણે લોકોનો વિરોધ વકર્યો છે. ઈઝરાયેલમાં આના વિરોધમાં ભારે વિરોધ પ્રદર્શન ચાલુ છે. શનિવારે, દસ લાખથી વધુ લોકો આ નવા કાયદાના પ્રસ્તાવના વિરોધમાં તેલ અવીવની શેરીઓ પર ઉતરી આવ્યા હતા. જેરુસલેમ, હૈફા, બેરશેબા અને હર્ઝલિયા સહિત દેશના અનેક શહેરોમાં હજારો લોકોએ આવી રેલીઓ કાઢી હતી.
ગયા અઠવાડિયે પણ લગભગ 80,000 લોકોએ તેલ અવીવમાં આવી રેલીમાં ભાગ લીધો હતો.
તાજેતરમાં ઇઝરાયલના એટર્ની જનરલે નેતન્યાહુને કરચોરીના ગુનાઓમાં દોષિત ઠેરવીને સરકારી હોદ્દા પર રહેવા માટે અયોગ્ય ઠેરવતા સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે નેતન્યાહુને મુખ્ય કેબિનેટમાંથી બરતરફ કરવાનું કહ્યું ત્યારથી નેતન્યાહુની સરકાર પર દબાણ વધ્યું છે. લોકોને અપેક્ષા હતી કે નેતન્યાહુ સુપ્રીમ કોર્ટના આદેશઓનું પાલન કરશે, પણ તેને બદલે તેમની સરકારે સુપ્રીમ કોર્ટની સત્તાઓને સંચાલિત કરતા નવા કાયદા લાવતા લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. લોકોનું માનવું છું કે ન્યાયતંત્રમાં ફેરફારો નેતન્યાહુને બચાવવા માટે કરવામાં આવી રહ્યા છે. નેતન્યાહુ સરકારનો નવો કાયદો ઇઝરાયેલ સરકારને સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટવાનો અધિકાર આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular