Homeટોપ ન્યૂઝ'ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરનારા દેશદ્રોહી છે', MPના કેબિનેટપ્રધાન ઉષા ઠાકુરનું નિવેદન

‘ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરનારા દેશદ્રોહી છે’, MPના કેબિનેટપ્રધાન ઉષા ઠાકુરનું નિવેદન

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી અંધશ્રદ્ધા ફેલાવવાના આરોપોને લઈને વિવાદમાં ફસાયા છે. કેટલાક નેતાઓ સમર્થનમાં અવાજ ઉઠાવી રહ્યા છે. મધ્યપ્રદેશના કેબિનેટપ્રધાન ઉષા ઠાકુરે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જે લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરી રહ્યા છે તેઓ માત્ર અને માત્ર દેશદ્રોહી છે.
ઉષા ઠાકુરે કહ્યું કે, સનાતન ધર્મ મક્કમપણે ઉભો થયો છે ત્યારે રાષ્ટ્રવિરોધીઓને કષ્ટ થઇ રહ્યું છે. જે લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરી રહ્યા છે એ લોકો દેશદ્રોહી સિવાય બીજું કંઈ નથી. આ પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીને યોગ ગુરુ બાબા રામદેવનું સમર્થન મળ્યું છે.
બાગેશ્વર ધામના બાબા પર નિશાન સાધતા કોંગ્રેસ નેતા ગોવિંદ સિંહે કહ્યું કે, જો બાબા ખરેખર ચમત્કારિક હોય તો મધ્યપ્રદેશ પરની સાડા ચાર લાખ કરોડની લોન કાગળ પર ખતમ કરી દેવી જોઈએ. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પણ પ્રહાર કરતા કહ્યું કે, જો બાબા એટલા ચમત્કારી હોય તો અમારા ઘર અને મઠમાં તિરાડો પડી રહી છે તેને જોડી દો.
મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા શ્રી રામ ચરિત્ર ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર ચાલતો હતો આ દરમિયાન અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ તેમના પર મેલીવિદ્યા અને અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ મૂક્યો હતો. ધીરેન્દ્ર શાસ્ત્રી સભા છોડીને નાસી છૂટ્યા હતા. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર દિવ્ય દરબાર અને પ્રીત દરબારની આડમાં મેલીવિદ્યાને પ્રોત્સાહન આપવાનો આરોપ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular