Homeલાડકીઓછામાં ઓછી જગ્યામાં વધુમાં વધુ શાકભાજી ઉગાડે છે આ મહિલા

ઓછામાં ઓછી જગ્યામાં વધુમાં વધુ શાકભાજી ઉગાડે છે આ મહિલા

ન છત, ન ગાર્ડન, ઘરની ચારે તરફ જગ્યાનો ઉપયોગ કરીને ઉગાડે છે પચાસ શાકભાજી

પ્રાસંગિક -નિધિ ભટ્ટ

હરિયાળી દરેકને ગમે છે, પરંતુ મોટે ભાગે જગ્યાના અભાવનું એક સામાન્ય બહાનું મળી રહે છે પોતાનું ગાર્ડન ન બનાવવા માટે. પણ જો ઈચ્છા હોય તો શું કરી શકાય તે જાણવા જેવું છે.
શહેરોમાં સૌથી મોટી સમસ્યા ઓછી જગ્યામાં બાગકામ કરવાની છે, પરંતુ થ્રીક્કાકારા (કેરળ)ની રહેવાસી મિની શ્રીકુમાર માટે આ સમસ્યા ક્યારેય તેના શોખમાં આડે આવી નથી. જગ્યાની અછતને કારણે તે તેના પાંચ ફૂટના ઘરની આસપાસના વિસ્તારમાં છોડ ઉગાડે છે. હંમેશાં ગાર્ડનિંગનો શોખ ધરાવતી મીનીનું ઘર ૬૦૦ ચોરસ ફૂટનું ત્રણ માળનું ઘર છે.
તેના વિશે વાત કરતાં તે કહે છે, “બાગકામ કરવા કે છોડ ઉગાડવા માટે તમારી પોતાની જગ્યા કે બગીચો હોવો જરૂરી નથી. તમે ઘરની બહાર અથવા આસપાસ શાકભાજી અથવા સુશોભન છોડ પણ ઉગાડી શકો છો. જેમ મેં કર્યું છે.
૫૦ વર્ષની મીની પાસે ટેરેસ ગાર્ડન બનાવવાની જગ્યા પણ નથી, કારણ કે તેના ઘરના ત્રીજા માળની છત પાકી નથી, પરંતુ ત્યાં શીટ લાગેલી છે. તેથી તેણે ઘરની આસપાસ છોડ ઉગાડવાનું શરૂ કર્યું અને આમ આજે તે ૫૦ થી વધુ પ્રકારની શાકભાજી ઉગાડી રહી છે.
પિતા પાસેથી બાગકામનો શોખ મળ્યો
મીની અલેપ્પીના કાયમકુલમમાં મોટી થઈ. તેમના પિતા સરકારી કર્મચારી હતા અને સમય મળે ત્યારે તેઓ બાગકામ કરતા હતા.
બાળપણમાં તેને જોઈને મીનીએ બાગકામમાં રસ લેવાનું શરૂ કર્યું. તેના પિતાના અવસાન પછી, મિની અને તેનો પરિવાર જે પણ ભાડાના મકાનમાં રહેતો હતો તેમાં તે કુંડામાં કેટલાક છોડ ઉગાડતી હતી.
પરંતુ લગ્ન પછી, જ્યારે તે એર્નાકુલમમાં થ્રીક્કાકારા ખાતે તેના પતિના ઘરે રહેવા ગઈ, ત્યારે બાગકામ કરવું ખૂબ જ મુશ્કેલ હતું, કારણ કે ઘરમાં વૃક્ષો વાવવા માટે બિલકુલ જગ્યા નહોતી.
આમ છતાં તે હંમેશાં પોતાના ઘરની આજુબાજુ કેટલાક રોપાઓ લગાવતી રહેતી, પરંતુ બે વર્ષ પહેલાં, લોકડાઉને તેને શાકભાજી ઉગાડવા માટે પ્રોત્સાહિત કર્યા અને મીનીએ ઘરની આસપાસ ગ્રો બેગ્સ અને કુંડાઓમાં અનેક શાકભાજીઓ ઉગાડવાનું શરૂ કર્યું.
લોકડાઉન દરમિયાન જ મીનીએ સોશિયલ મીડિયા પરથી બાગકામના ગ્રુપ્સ વિશે પણ માહિતી મેળવી હતી. તે કહે છે, “ઓનલાઈન જુદા જુદા ગ્રુપ્સમાં જોડાઈને, મેં છોડને લગતી ટિપ્સ અને યુક્તિઓ મેળવવાનું શરૂ કર્યું, જે મને ઘણી મદદ
કરે છે.
તમને તેમના ઘરની આસપાસ પ્લાસ્ટિકના ડબ્બાઓ, ટીન અને ગ્રો બેગમાં ઉગતા છોડ જોવા મળશે. તેણે ઘરના પગથિયા પર કેટલાક રોપા પણ વાવ્યા છે. તે સૂર્યપ્રકાશ અનુસાર આ છોડનું સ્થાન બદલતી રહે છે. તે જ રીતે તે ટામેટા, રીંગણ, ભીંડા, મરચાં, કારેલા, પાલક, મોરીંગા અને બીજું ઘણું ઉગાડે છે. નાના છોડની સાથે તેણે જેકફ્રૂટ, કેરી, જામફળ, પપૈયા અને બોર જેવાં ફળોના વૃક્ષો પણ વાવ્યાં છે.
તે કહે છે, બટાકા અને ડુંગળી સિવાય હું મારા રસોડામાં જે શાકભાજીનો ઉપયોગ કરું છું તે હું જાતે જ ઉગાડું છું. અઠવાડિયાના મોટા ભાગના દિવસોમાં અમને જરૂરી શાકભાજી અમારા બગીચામાંથી મળે છે. આ બધું લોકડાઉન દરમિયાન જ શરૂ થયું હતું.”
ગાર્ડન વગર ઓછી જગ્યામાં ગાર્ડન કરીને મસાલા પણ ઉગાડી રહ્યાં છે
વિવિધ શાકભાજી ઉપરાંત, તે વાસણમાં હળદર, કાળા મરી અને આદું જેવા કેટલાક મસાલા પણ ઉગાડે છે. તેણે કહ્યું, હું લાંબા સમયથી કાળા મરી ઉગાડી રહી છું. વર્ષમાં ઓછામાં ઓછા બે કે ત્રણ વખત મને અડધો કિલો ઘરે ઉગાડવામાં આવેલ કાળા મરી સરળતાથી મળે છે.
શાકભાજી ઓર્ગેનિક રીતે ઉગાડવા જગ્યાની સાથે સારી માટી મળવી એ પણ મોટી સમસ્યા છે. આજે અમારા ઘરની આસપાસની જગ્યા કોંક્રિટનાં જંગલોથી ભરેલી છે. આવી સ્થિતિમાં જ્યાં પણ બાંધકામ ચાલી રહ્યું છે ત્યાંથી મિની ખોદકામ કરવામાં આવેલી માટી લાવે છે, પરંતુ છોડ ઉગાડતા પહેલા, તે ઓર્ગેનિક ખાતર ઉમેરીને તે માટી તૈયાર કરે છે.
એટલું જ નહીં, તે નિયમિતપણે તેના રસોડામાંથી ભીના કચરામાંથી બનાવેલ ખાતર અને ગાયના છાણનો ઉપયોગ કરે છે. અંતે મીની હસીને કહે છે, “જો હું આટલી નાની જગ્યામાં ઓર્ગેનિક શાકભાજી ઉગાડી શકું, તો જે લોકો બાલ્કની કે ટેરેસ ગાર્ડન ધરાવે છે તેઓ વધુ ઉગાડી શકે છે.
આશા છે કે તમને મિનીમાંથી છોડ ઉગાડવાની પ્રેરણા મળી હશે. જો તમે પણ એવું કરતા હો, તો અમને તમારા બગીચા વિશે જણાવવાનું ભૂલશો નહીં.
હેપી ગાર્ડનિંગ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular