Homeઆમચી મુંબઈઆ પીઢ અભિનેતાનું થયું નિધન, બોલીવૂડ શોકમાં ગરકાવ

આ પીઢ અભિનેતાનું થયું નિધન, બોલીવૂડ શોકમાં ગરકાવ

અનેક લોકપ્રિય હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા પીઢ મરાઠી સિનેમા કલાકાર સુનીલ શેંડેનું નિધન થયું છે. તેઓ 75 વર્ષના હતા. શેંડેએ બપોરે 1 વાગ્યાની આસપાસ મુંબઈમાં વિલે પાર્લે ઈસ્ટ સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા. તેમના અંતિમ સંસ્કાર સોમવારે બપોરે પારશીવાડા સ્થિત સ્મશાન ગૃહમાં કરવામાં આવશે. સુનીલના પરિવારમાં તેમની પત્ની જ્યોતિ અને બે પુત્રો હૃષિકેશ અને ઓમકાર, પુત્રવધૂ અને પૌત્રો છે. રવિવારે બપોરે ચક્કર આવીને પડી ગયા બાદ મોડી રાતે તેમનું નિધન થયું હતું.
શેંડેએ 80 અને 90ના દાયકામાં ઘણા મહત્વપૂર્ણ પાત્રો ભજવ્યા હતા. સર્કસમાં તેમણે શાહરૂખ ખાનના પિતાની ભૂમિકા નિભાવી હતી. ‘ગાંધી’, ‘સરફરોશ’ અને ‘વાસ્તવ’ જેવી ફિલ્મોમાં તેમની ભૂમિકાને દર્શકોએ ખૂબ વખાણી હતી.
સુનીલ શેંડેએ ‘મધુચંદ્રચી રાત’, ‘જસ બાપ તાશે પોરમ’, ‘ઈશ્વર’, ‘નરસિમ્હા’, ‘કથુંગ’ જેવી ઘણી મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકાર તરીકે જાણીતા હતા.

 

RELATED ARTICLES

Most Popular