આ વેલેન્ટાઈન્સ ડે પર જો તમારા પ્રિયપાત્રને ફિલ્મ જોવાનો શોખ થાય તો તમારી પાસે ન્યૂ રીલિઝ સાથે એક ઓલ્ડ રિલીઝ પણ હશે. હા, દસમી ફેબ્રુઆરીથી એક અઠવાડિયા માટે જેશના 37 થિયેટરમાં ડીડીએલજે ના શોર્ટ ફોર્મથી જાણીતી ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે રીલીઝ થઈ છે. થિયેટરમાં સૌથી લાંબી ચાલનારી આ ફિલ્મે રીલિઝ સમયે યુવાનીયાઓમાં ઘેલુ લગાડ્યું હતું. આ ફિલ્મ જોઈને ઘણા રાજ અને સિમરને એકબીજાને પ્રેમના કોલ આપ્યા હશે ને હંમેશાં માટે ઘણા દિલવાલાઓ દુલ્હનીયા લઈ આવ્યા હશે. આ ફિલ્મ મુંબઈ, પુણે, અમદાવાદ, વડોદરા, સુરત, દિલ્હી, ચંદીગઢ, કોલકતા, બેંગલુરુ, ઈન્દોર વગેરે શહેરોમાં રીલિઝ કરવામાં આવી છે.
રાજના રોલમાં શાહરૂખ અને સિમરનના રોલમાં કાજોલે યુવા હૈયાઓને ખૂબ ડોલાવ્યા હતા. આ ઉપરાંત ફરીદા જલાલ, અમરિશ પુરી, અનુપમ ખેર, મંદિરા બેદી, પરમિત શેઠી જેવા કલાકારોએ પણ ઘણી નામના મેળવી હતી. ફિલ્મનું સંગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે. ફિલ્મમાં અમરીશ પુરીનું કબૂતરકોને ચણ નાખવાનું કે પછી ફિલ્મના અંતમાં દિકરી કાજોલને જા સિમરન જા જીલે અપની જિંદગી…જેવા ડાયલોગ્સના આજે પણ મીમ્સ બને છે. 1995માં રીલીઝ થયેલી આ ફિલ્મ ફરી ચાહકોનો જમાવડો કરી શકે છે કે નહીં તે તો અઠવાડિયા બાદ ખબર પડશે.
વેલેન્ટાઈન્સ વીકનો ફાયદો મળશે આ ક્લાસિકને?
RELATED ARTICLES