આ બ્રહ્માંડ અનિશ્ર્ચિતતા પર ચાલે છે, નહીં કે નિશ્ર્ચિતતા પર

ઉત્સવ

બ્રહ્માંડ દર્શન -ડો. જે. જે. રાવલ

આ બ્રહ્માંડમાં નિશ્ર્ચિતતા જેવું કશું જ નથી. દરેક જગ્યાએ સંભવિતતા જ છે. જેને આપણે નિશ્ર્ચિતતા કહીએ છીએ, એ તો અનિશ્ર્ચિતતાની કિનારી છે, જેમ સંખ્યા નાની નાની થતી જાય તો તે શૂન્યને સ્પર્શવા જાય છે. પણ હકીકતમાં શૂન્ય બની શક્તિ નથી. કારણ કે તે સંખ્યા છે. છેવટે આપણે તેને શૂન્ય લઇ લઇએ છીએ. વર્તમાનકાળ જેવું કશું જ નથી. વર્તમાનકાળ એ ભૂતકાળની કિનારી છે. ભૂતકાળ જ વર્તમાનકાળના રૂપમાં આપણી સમક્ષ આવે છે. રાજકારણ અને સટ્ટાબજારમાં અનિશ્ર્ચિતતાનું સામ્રાજય ચાલે છે. માટે કવૉન્ટમ મિકેનિક્સ વસ્તુની ગતિવિધિનું સાચું ગતિશાસ્ત્ર છે. બાંકી ન્યૂટન અને આઇન્સ્ટાઇનનું ગતિશાસ્ત્ર આદર્શ ગતિશાસ્ત્ર ગણાય, જેમ યુક્લિડની ભૂમિતિ યુક્લિડીએનર ભૂમિતિનું આદર્શસ્વરૂપ છે.
અણુ (Atom) માં નાભિની ફરતે ઇલેકટ્રોન જે પરિક્રમા કરે છે. તેની જગ્યા હકીકતમાં આપણે નક્કી કરી શકીએ નહીં પણ તે ક્યાં હશે તેની પ્રોબેબિલિટી આપણે કહી શકીએ. જેમ કોઇ પણ પ્રયોગ કરતી વખતે આપણે તેનું ત્રણ ચાર વાર પુનરાવર્તન કરીએ છીએ અને પછી તેની સરાસરી કાઢીએ છીએ. પ્રયોગ માત્ર એકવાર કરી તેનું પરિણામ જાણવા પ્રયત્ન કરતાં નથી. ઉદાહરણ સ્વરૂપ આપણે લોલકનો સમય જાણવા પ્રયત્ન કરીએ ત્યારે તેના પાંચ કે દશ આવર્તનનો સમય જાણી તેનું સરાસરી પરિણામ જાણીએ છીએ. રસાયણશાસ્ત્રમાં ટાયટ્રેશન કે કોઇ પ્રયોગ કરતાં તેનું ત્રણવાર પુનરાવર્તન કરી તેનું સરાસરી પરિણામ આપણે જાણીએ છીએ. તે બધી પ્રક્રિયા સંભવિતતા (પ્રોબેબિલિટી)ની જ પ્રક્રિયા છે. અણુમાં ઇલેકટ્રોન, પ્રોટોન, ન્યૂટ્રોન બધાને આપણે પદાર્થકણ તરીકે લઇએ છીએ. હકીકતમાં તે એનર્જી કલાઉડ (energy cloud છે. હવામાનશાસ્ત્ર પણ ઘણી બધી અનિશ્ર્ચિતતા પર ચાલે છે. આપણા જીવનની પણ ક્યાં નિશ્ર્ચિતતા છે? માટે જ શંકરાચાર્ય કહે છે કે નલિનીદલગતજલમતિતરમ ્યદૃવત જિવીતં અતિશયપલમ્ અર્થાત્ આપણું જીવન પ્રભાતે જીવા જે કમળની પાંખડી પર બાઝેલા ઝાકળના બિન્દુ જેવું છે. ગમે ત્યારે નાશ પામી શકે છે.
એવરેટે પ્રશ્ર્ન પૂછયો કે કવૉન્ટમ સિસ્ટમની સમય સાથે ઉત્ક્રાંતિ દર્શાવતું શ્રોડીંજર સમીકરણ જયારે સિસ્ટમનું માપન થાય છે, ત્યારે તેનું વેવફંકશન ભાંગી ન પડે માટે શું કરવું જોઇએ?એટલે કે શ્રોડીંજર સમીકરણ વડે નિરક્ષાતી કવૉન્ટમ સિસ્ટમ અને નિરીક્ષક પોતે એમ બન્નેને કેવી રીતે લાગુ પાડી શકાય? એવી શોધ કરવી જોઇએ, જેમાં સુપર પોઝિશન દર્શાવતા વેવફંકશનમાં બધી જ શકયતાઓ એમની એમ જ રહે. કોઇ પણ માહિતી અદૃશ્ય ન થાય. કોઇ પણ માહિતી રોકાઇ ન જાય. વાસ્તવમાં આવી પરિસ્થિતિ કેવી હોય?
એવરેટે એવુંં વેવફંકશન શોધી કાઢયું જે નિરીક્ષકને સુપર પોઝિશનના દરેકે દરેક તરંગ સાથે દરેકે દરેક સ્ટેટ સાથે સંલગ્ન રાખે. આ દરેકે દરેક સ્ટેટ પછી બ્રહ્માંડ ઉત્પન્ન કરે. આ બ્રહ્માડ અને નિરીક્ષક પછી અલગ અલગ રીતે ઉત્ક્રાંતિ પામે આ પરિસ્થિતિને કવૉન્ટમ ડીકોહીરન્સ કહે છે. બધા જ વિજ્ઞાનીઓ હવે આનો સ્વીકાર કરે છે.
એવરેટે આમ અનેક બ્રહ્માંડના અસ્તિત્વની થિયરી આપી. આ થિયરીએ આધુનિક વિજ્ઞાનમાં જબ્બર ક્રાંતિ આણી. લોકો આને સાચું માનવા તૈયાર ન હતાં. તેઓનો પ્રશ્ર્ન છે કે શું અનેક બ્રહ્માંડો સંભવી શકે, જેમાં દરેકે દરેકમાં નિરીક્ષણ હોય, આપણે હોઇએ?
એવરેટ પ્રથમ ભૌતિકશાસ્ત્રી ન હતો, જેણે કોપનહેગનના અર્થઘટનની ટીકા કરી હોય અને તેને અસંતોષકારક ગણાવ્યું હોય, અપૂર્ણ ગણાવ્યું હોય, પણ તે પ્રથમ ભૌતિકશાસ્ત્રી હતો જેને કવૉન્ટમ મિકેનિકસના સમીકરણમાંથી જ યુનિવર્ઝલ વેવફંકશનની સુંદર ગાણિતિક થિયરીને શોધી કોયડાને હલ કર્યો હોય. આ થિયરીના પરિણામરૂપે અનેક બ્રહ્માંડના અસ્તિત્વની થિયરીનો જન્મ થયો.
તે વખતના લગભગ બધા જ ભૌતિકશાસ્ત્રીઓએ એવરેટની થિયરીનો અસ્વીકાર કર્યો. આજે તે સત્ય થઇને વિજ્ઞાનીઓ સમક્ષ ઊભી છે. આનાથી આઘાત અનુભવી એવરેટ ભૌતિકશાસ્ત્રને તિલાંજલિ આપી દીધી, અને તેઓ મિલિટરીના ગણિતશાસ્ત્ર તરફ વળ્યા ત્યારથી એવરેટે તેની સંવેદનશીલતા ગુમાવી દીધી. તેની થિયરીને ભૌતિકશાસ્ત્રીઓ અત્યારે જે સન્માન આપે છે, તે જોવા તે જીવતા નહીં રહ્યાં.
વિજ્ઞાની કે કોઇ પણ ક્ષેત્રની આગળ પડતી વ્યક્તિ તેના કાર્ય પ્રત્યે વધારે સંવેદનશીલતા ન દાખવે અને આઘાત જીરવી શકે તો જ તે લાંબુ જીવી શકે. કોઇ પણ વ્યક્તિ માટે કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાઅનનો ગીતાનો બોધ પાઠ હૈયે ધરવો જરૂરી બને છે. તેમાં ફળની આશા ન રાખવી તેવું નહીં, પણ જે થાય તેને હળવાશથી લેવાની વૃત્તિ રાખવી તે છે.
કોઇ વિજ્ઞાનીને નૉબેલ પ્રાઇસ મળે તો તેના ક્ષેત્રના વિજ્ઞાનીઓ દુ:ખી દુ:ખી ન થઇ જાય, અને જે વિજ્ઞાનીને નૉબેલ પ્રાઇસ મળ્યું હોય તે અહંકારી કે ફૂલાઇ ન જાય, કારણ કે તેને ખબર હોય છે કે બીજા ઘણા વિજ્ઞાનીઓ એ પ્રાઇઝને લાયક છે. તેને મળ્યું તે સંજોગ છે. આઇન્સ્ટાઇનના જમાનામાં ડેવિડ હિલ્બર્ટ, મેક્ષ પ્લાન્ક, લોરેન્ઝ, હરમન મિન્કોવ્સ્કી, કાર્લ સ્વાર્ઝશિલ્ડ વગેરે આઇન્સ્ટાઇન કરતાં પણ મહાન હતા પણ આઇન્સ્ટાઇન દુનિયામાં વિખ્યાત થઇ ગયા. એટલા વિખ્યાત બની ગયા કે તે દુુનિયાના વિજ્ઞાનીઓનાં સમૂહનાં ચહેરો બની ગયા.
દુુુનિયાના બીજા દેશોની સરખામણીમાં ભારતમાં લોકો સહનશીલ છે. તેમાંય સ્ત્રીઓ થોડી વધારે સહનશીલ છે. તે ભારતની સંસ્કૃતિને આભારી છે. તેમ છતાં હવે સ્ત્રીને તેના પીયર જવા દેવામાં ન આવે કે તેનું કાંઇ ધાર્યું ન થાય તો તે આપઘાત કરી લેવાના થોડા દાખલા બને છે ખરાં. ભારતીયજન જરા જરા વારમાં હિંમત હારતો નથી. ભારતની સંસ્કૃતિને જેમણે પચાવી નથી તેઓ જ આપઘાત કરે છે. હ્યું એવરેટ ભારતીય સંસ્કૃતિથી વંચિત હતા, માટે તે જીવનમાં નાસીપાસ થઇ ગયા અને સંવેદનશીલતા ખોઇ બેઠા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.