દક્ષિણ ભારતની ફિલ્મો ભલે ચાલી રહી છે, પરંતુ મોટાભાગના અભિનેતાઓ જ નહીં, પરંતુ અભિનેત્રીઓ પણ બોલીવૂડમાં ચોક્કસ નસીબ અજમાવે છે અને સફળ પણ રહે છે. લોકોના દિલ પર રાજ કરનારી અભિનેત્રીઓમાં પૂજા હેગડેનું નામ પણ મોખરે છે. સોશિયલ મીડિયામાં એક્ટિવ પૂજા હેગડે અત્યારે જોરદાર ચર્ચામાં છે. પૂજાએ દક્ષિણ ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના અભિનયથી આગળ ઓળખ બનાવી છે, પરંતુ તાજેતરમાં તેના બોલ્ડ ફોટોગ્રાફે લોકોની ઊંઘ ઉડાવી નાખી છે.
પૂજા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાના અંગત જીવનની ઘટનાઓ શેર કરે છે. તેની સાથે જ પૂજા તેના બોલ્ડ, ગ્લેમરસ લુકને લઈ વધુ ફેમસ બની છે. તેનો આ બોલ્ડ લૂક્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયા છે. ઈન્સ્ટાગ્રામ પર પણ તેને ફોટોગ્રાફ શેર કરતા કેપ્શન લખ્યું છે કે Where’s the matchstick coz I’m about to set this world on fire 😉😉.
બસ આ તેના બોલ્ડ અવતારને લઈને તેના ચાહકો તૂટી પડ્યા છે. વાસ્તવમાં, પૂજા હેગડેના બોલ્ડ અને હોટ ફોટોએ ખરેખર સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે, જ્યારે તેના આ ડ્રેસમાં પૂજાનો બોલ્ડ અને સેક્સી લૂક ચાહકોને ઘણો પસંદ આવ્યો છે. 24 કલાકમાં તો સાડાનવ લાખથી વધુ લોકોએ તેને લાઈક આપી છે. ચાહકોએ આ ફોટો પર કોમેન્ટ કરીને પૂજાની હોટનેસની પ્રશંસા કરી છે. એટલું જ નહીં પરંતુ તેના ચાહકો એવું પણ કહી રહ્યા છે કે તેના જેટલી બોલ્ડ અને હોટ અભિનેત્રી કોઈ નથી.
પૂજા હેગડેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પૂજા બોલીવૂડમાં પણ પોતાનું નસીબ અજમાવી રહી છે. પૂજાએ તાજેતરમાં રિલીઝ થયેલી ‘સર્કસ’ અને ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ જેવી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં તેની એક્ટિંગની લોકોને પસંદ પડી હતી. એક્ટિંગની વાત તો અત્યારે બાજુ પર રહી પરંતુ આ લૂકને લઈ જોરદાર ચર્ચમાં છે.