બોલીવૂડની જેમ જ છેલ્લા કેટલાક સમયથી ફિલ્મરસિયાઓમાં સાઉથ ઈન્ડિયન ફિલ્મ અને સાઉથના એક્ટર્સનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે બોલીવૂડના સ્ટાર્સ પણ સાઉથના કલાકારો સાથે કામ કરવાનું પસંદ કરી રહ્યા છે અને 2022માં તો અનેક મોટા મોટા સ્ટાર્સે બોલીવૂડમાં એન્ટ્રી કરી અને હજી અનેક સ્ટાર્સ બોલીવૂડમાં એન્ટ્રી લેવા તૈયાર છે. આ જ યાદીમાં એક નામ જોડાયું છે અને આ અભિનેત્રીએ જ શિયાળામાં ઈન્ટરનેટનો પારો ઉપર ચઢાવી દીધો છે તેના બિકીની લૂકથી. અહીં વાત થઈ રહી થે અમાલા પોલ વિશે. અમાલા માત્ર અભિનય જ નહીં પણ તેની ફેશન સેન્સને કારણે પણ ખૂબ જ લોકપ્રિય છે. ટૂંક સમયમાં જ તે ભોલા ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. અમાલા રિયલ લાઈફમાં એકદમ બિન્ધાસ્ત છોકરી છે અને થોડાક સમય પહેલાં જ તે માલદિવ્ઝ વેકેશન પર ગઈ હતી અને તેણે સોશિયલ મીડિયા પર આ વેકેશનના ફોટો પોસ્ટ કર્યા હતા. આ ફોટોઝને કારણે ભર શિયાળામાં ઈન્ટરનેટનો પારો ઉંચે ચઢી ગયો હતો, કારણ કે અમાલાએ પોતાના હોટ લૂકથી બધાને ઘાયલ કરી દીધા હતા.
View this post on Instagram