Homeઆમચી મુંબઈઆ ગીતને સ્ટેટ સોંગ માટે શિંદે સરકારે આપી મંજૂરી

આ ગીતને સ્ટેટ સોંગ માટે શિંદે સરકારે આપી મંજૂરી

મહારાષ્ટ્ર સરકારે આખરે સ્ટેટ સોંગ માટે મહત્ત્વનો નિર્ણય મંગળવારે લીધો હતો. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની કેબિનેટની મીટિંગમાં મંગળવારે આ ગીતને માન્યતા આપવામાં આવી હતી. મંગળવારે કેબિનેટમાં મીટિંગમાં જય જય મહારાષ્ટ્ર માઝા ગીતને રાજ્યના ગીત તરીકે મંજૂરી આપી હતી.
મરાઠા સામ્રાજ્યના સંસ્થાપક છત્રપતિ શિવાજી મહારજની જયંતીના 19મી ફેબ્રુઆરીના આ ગીતને અપનાવવામાં આવશે. આ નિર્ણય મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો હતો.
જય જય મહારાષ્ટ્ર માઝા, ગરજા મહારાષ્ટ્ર માજા, જેનો અર્થ છે મહારાષ્ટ્રની જય. આ ગીત મહારાષ્ટ્રના જાણીતા કવિ રાજા બઘે દ્વારા લખવામાં આવ્યું છે અને શાહીર સાબલેના નામથી લોકપ્રિય બાલાદીર કૃષ્ણરાવ સાબલે દ્વારા ગાવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular