પૈસો અને સમૃદ્ધિ કોને વહાલી ના હોય, દરેક વ્યક્તિ અંદરખાનેથી ધનવાન થવાની ખેવના તો રાખે જ છે અને એ માટે જાત-જાતને નુસખા અને ઉપાયો અજમાવવામાં પણ કોઈ કસર બાકી નથી રાખતા. ધાર્મિક માન્યના અનુસાર કથા, પૂજા કે આરતીમાં કપૂરનું એક અલગ જ મહત્ત્વ છે. એવું કહેવાય છે કે કપૂર બાળવાથી દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે. એટલું જ નહીં પણ કપૂર બાળવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને શાંતિ જળવાઈ રહે છે. આજે આપણે અહીં વાત કરીશું કે આખરે કપૂરને પોતાના ખિસ્સામાં, પર્સમાં રાખવાથી કેવા અને કયા ફાયદાઓ મેળવી શકાય છે-
આર્થિક સંકટ દૂર કરે છેઃ
જો તમે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો અને પૈસો આવે તેમ છતાં તમારી પાસે ટકતો ના હોય તો રુમાલમાં કપૂરનો ટુકડો બાંધીને રાખો, આને કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે અને પૈસો પણ તમારી પાસેટકવા લાગશે.
મનને શાંતિ આપે છે
આર્થિક સંકટ દુર કરવાની સાથે સાથે જ કપૂર માનસિક શાંતિ માટે પણ મહત્ત્વનું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે કોઈ મહત્ત્વના કામથી બહાર જઈ રહ્યા હોવ તો પર્સમાં કે ખિસ્સામાં કપૂર મૂકી રાખો. આમ કરવાથી તમને કામમાં સફળતા મળશે અને જો તમે હંમેશા જ તમારી સાથે કપૂર રાખો છો તો તમારું મન પણ શાંત રહે છે.
નકારાત્મક્તાને કહો બાય બાય
ઘણી વખત આપણને અજીબોગરીબ વાઈબ્ઝ આવે છે કે આપણી સાથે કંઈ પણ સારું નથી થઈ રહ્યું. આવું થવાનું કારણ નકારાત્મક ઉર્જા છે. નેગેટિવિટીને કારણે આપણને આવું અનુભવાય છે. જો તમારી આસપાસ કે ઘરમાં નકારાત્મક ઉર્જા છે ત બે કપૂરની ટિકડી લો અને તેને આખા ઘરમાં ફરાવો. આવું કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.