આ નાનકડા દેશે ખોલી ચીનની પોલ, કહ્યું ડ્રેગન કેવો ચાલબાજ, દુનિયાને જણાવી સાચી ઘટના

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ચીન તાઈવાનને પોતાની જાગીર સમજે છે અને એ નાના દેશની હિંમત એની આખંમાં કણાંની જેમ ખૂંચે છે. તાઇવાન માટે થઇને ચીન અમેરિકાને ધમકાવતા શરમાતું નથી. આવી સ્થિતિમાં દુનિયાભરના નાના દેશો માટે આ મામલે ચીનની સામે ઉભા રહેવું મુશ્કેલ બની ગયું છે. આફ્રિકામાં એક એવો જ નાનો અને સ્વ-ઘોષિત દેશ છે, જેણે ચીનની તમામ રાજનીતિઓનો પર્દાફાશ કર્યો છે. આ દેશનું નામ સોમાલીલેન્ડ છે, જે 1991 સુધી સોમાલિયા દેશનો ભાગ હતો. સોમાલીલેન્ડના વિદેશ પ્રધાન એસ્સા કાયદે હાલમાં વર્ણવ્યું હતું કે કેવી રીતે ચીને તેના દેશમાં કટોકટીનો ઉપયોગ કરીને ત્યાં પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સોમાલીલેન્ડે ચીનના ઈરાદાને સમજીને ચીની રાજદ્વારીની મુલાકાત રદ કરી હતી.
સોમાલીલેન્ડે જુલાઈ 2020 માં ચીનની ધમકીઓને બાયપાસ કરીને તાઈવાન સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા છ.
તાઇવાનની જેમ, સોમાલીલેન્ડ એક દેશ તરીકે વિશ્વભરના અન્ય દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી માન્યતા મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.
થોડા સમય પહેલા સોમાલીલેન્ડના એક મોટા બજારમાં આગ ફાટી નીકળ્યા બાદ ચીનના એક વરિષ્ઠ રાજદ્વારીએ મૃતકોને જોવાની પરવાનગી માંગી હતી. સોમાલિયામાં ચીનના રાજદૂત ફેઈ શેંગચાઓએ સોમાલીલેન્ડના અધિકારીઓને જણાવ્યું હતું કે ચીન કેવી રીતે આપત્તિની અસરને ઘટાડવામાં મદદ કરી શકે એ એંગે તેઓ ચર્ચા કરવા માગે છે. સોમાલીલેન્ડમાં આગ એક ભીષણ ઘટના હતી જેણે સોમાલીલેન્ડની અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી હતી. દુનિયા તે સમયે કોરોનાવાયરસ રોગચાળા અને દુષ્કાળથી પીડિત હતી. ચીન આ તકનો ફાયદો ઉઠાવવા માંગતું હતું, તેણે પણ તેની યોજનાને ખૂબ જ કાળજીપૂર્વક હાથ ધરી. જેમ જેમ મુલાકાત નજીક આવતી ગઈ તેમ તેમ ચીનના રાજદૂત ફેઈ શેંગચાઓએ સોમાલીલેન્ડની રાજધાની હરગીસામાં તેમના પ્રવાસ કાર્યક્રમમાં થોડા વધુ સ્ટોપ ઉમેર્યા. તેમણે સોમાલીલેન્ડને જાણ કરી કે તેઓ તેમની મુલાકાત દરમિયાન સંસદસભ્યો, વિપક્ષી નેતાઓ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મળવા માંગે છે. રાજદૂતની આવી વિનંતીઓએ સોમાલી અધિકારીઓને શંકાસ્પદ બનાવી દીધા. તેમણે તારણ કાઢ્યું કે ચીનનો એજન્ડા કટોકટી સહાય અંગે ચર્ચા કરવાનો નથી. તેના બદલે ચીન તાઈવાન સાથે સોમાલીલેન્ડના સંબંધોને તોડવા માંગતું હતું. સોમાલીલેન્ડની સરકારે ચીનના રાજદૂતને સીધું કહી દીધું કે તેઓ દેશમાં આવી શકે નહીં.
ચીન આફ્રિકન દેશોને એટલું દેવું આપી રહ્યું છે કે તેમની પાસે ના કહેવાની હિંમત નથી. ચીનની કંપનીઓ આ દેશોમાં મોટા બંદરો, એરપોર્ટ ટર્મિનલ અને હાઈવે બનાવી રહી છે. સૌથી મોટી વાત એ છે કે આ બાંધકામ માટેના પૈસા ચીનથી લોનના રૂપમાં આવે છે. ચીનની કંપનીઓ આ નાણાંનો મોટો હિસ્સો બાંધકામના ખર્ચ તરીકે તેમના દેશમાં પરત લઈ જાય છે.
નોંધનીય છે કે સોમાલીલેન્ડ 1991માં સોમાલિયાથી અલગ થઈ ગયું અને પોતાને એક સ્વતંત્ર દેશ જાહેર કર્યો હતો, પરંતુ આજે પણ વિશ્વના ઘણા દેશોએ સોમાલીલેન્ડને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી નથી. મોટાભાગના સોમાલીલેન્ડમાં શાંતિ છે, જ્યારે સોમાલિયા છેલ્લા ત્રણ દાયકાથી ગૃહ યુદ્ધ લડી રહ્યું છે. સોમાલીલેન્ડની ઉત્તરમાં એડનનો અખાત અને ઉત્તર પશ્ચિમમાં જીબુટી અને ઇથોપિયાની સરહદ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.