Homeસ્પેશિયલ ફિચર્સજો તમને પણ રાતે આ રીતે ઊંઘવાની ટેવ હોય તો ચેતી જજો...

જો તમને પણ રાતે આ રીતે ઊંઘવાની ટેવ હોય તો ચેતી જજો…

અત્યારે મુંબઈ જ નહીં પણ આખા દેશમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે, અને લોકો પણ ઠંડીથી બચવા માટે જાતજાતના ઉપાયો કરતાં હોય છે. એવામાં તમે પણ જો આ નાનકડી ભૂલ કરતાં હોવ તો તમારે અત્યારે જ ચેતી જવાની જરૂર છે, કારણ કે તમારી આ નાનકડી ભૂલ તમારી હેલ્થને મોટું નુકસાન પહોંચાડી શકે છે. આવો જોઈએ કઈ છે આ ભૂલ. ઠંડીથી બચવા માટે લોકો જાત જાતના ઉપાયો અજમાવતા હોય છે. ઘણા લોકોને શિયાળામાં રાતના સમયે ઠંડીથી બચવા માટે મોજાં પહેરીને ઊંઘવાની ટેવ હોય છે. જો તમે પણ આવું કરતાં હોવ તો ચેતી જજો… કારણ કે આવું કરવાના કારણે તમારા આરોગ્યને નુકસાન પહોંચે છે. સૌથી પહેલાં તો મોજાં પહેરીને ઊંઘવાને કારણે બ્લડ સેરક્યુલેશનમાં સમસ્યા થાય છે અને તેની સાથે સાથે જ પગમાં ઇન્ફેક્શન થવાનું જોખમ પણ રહેલું છે. જો મોજાં ટાઈટ હોય તો હાર્ટ સુધી લોહીનું પરિભ્રમણ થવામાં પણ અવરોધ ઊભો થાય છે જેને કારણે હ્રદય સંબંધિત સમસ્યા ઉદ્દભવી શકે છે. આ સિવાય આખી રાત મોજાં પહેરીને ઊંઘવાને કારણે બોડીમાં ઓવરહીટિંગની તકલીફ પણ થઈ શકે છે. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ પણ જો આ મોજાં ટાઈટ હશે તો તમને રાતના સમયે આરામદાયક ઊંઘ લેવામાં પણ મુશ્કેલી પડી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular