કોંગ્રેસ અધિવેશનમાં અવરોધ ઊભો કરવા અને અદાણીના ઇશ્યુ પરથી ધ્યાન ભટકાવવા થઇ રહી છે આ રેડ
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મંગળવારે 21મી ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે. એમણે ટ્વીટ કરતાં કહ્યું છે કે કોંગ્રેના અધિવેશનમાં અવરોધ ઊભો કરવા અને અદાણી કેસ પરથી ધ્યાન ભટકાવવા માટે છત્તીસગઢમાં છાપેમારી થઇ રહી છે. તેમણે ટ્વીટરના માધ્યમથી કહ્યું કે ‘પ્રધાનમંત્રીજી ના મિત્ર ગૌતમ અદાણી પર શેલ કંપનીઓ દ્વારા ઘોટાળો તથા અન્ય ગંભીર આરોપો કરવામાં આવ્યા છે. પણ શું તમને કોઇ પણ એજન્સી ત્યાં તપાસ કરતી દેખાઇ?’ પણ કોંગ્રેસ અધિવેશનમાં અવરોધ ઊભો કરવા અને પીએમ મોદી તથા તેમના મિત્રની સાંઠ ગાંઠ પર અવાજ કરનારાઓ પર એજન્સી બેસાડવામાં આવી છે. પણ કોંગ્રેસ નિડર બનીને દેશના મુદ્દાઓ પર અવાજ ઉઠાવશે. કોંગ્રેસ અધિવેશનમાં મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારના વિરોધમાં અમે અવાજ ઉઠાવશું. પ્રિયંકા ગાંધીએ તેમના બીજા ટ્વિટમાં લખ્યું કે, ‘કઠપુતળી એજન્સીનો ડર બતાવી તમે દેશના અવાજને દબાવી નહીં શકો.’