ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળતા હડકંપ મચી ગયો છે. સંજય રાઉતે આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. સંજય રાઉતને તેના મોબાઈલ ફોન પર આ ધમકીભર્યો મેસેજ મળ્યો હતો અને તેમને એકે 47થી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. શુક્રવારે સાંજે 5 વાગ્યાની આસપાસ આ મેસેજ મળ્યો હતો અને હવે તેના પરથી તર્ક-વિતર્ક સર્જાયા છે. એવું પણ કહેવાય છે કે પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી છે.

મેસેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ ધમકીભર્યો મેસેજ સંજય રાઉતને લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા મોકલવામાં આવી રહ્યો છે. આ મેસેજમાં પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાની જેમ દિલ્હીમાં સંજય રાઉતને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ સંદર્ભે સંજય રાઉતે મુંબઈ પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે અને પોલીસે માહિતી આપી છે કે તપાસ ચાલુ છે.
Maharashtra | Shiv Sena (Uddhav Thackeray) leader & RS MP Sanjay Raut received a threat message from Lawrence Bishnoi gang mentioning murdering him like Punjabi Singer Sidhu Moose Wala in Delhi. Sanjay Raut has filed a complaint. Police are conducting probe: Police
(File Pic) pic.twitter.com/LXMQKP1fp1
— ANI (@ANI) April 1, 2023
વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ જણાવ્યું હતું કે ગયા મહિને જ સંજય રાઉતે ગૃહમંત્રીને જાણ કરી હતી કે તેમના જીવનને ખતરો છે. એ સમયે તમામ ધમકીઓને ગંભીરતાથી લીધા વિના સરકારે જે રીતે નિવેદન આપ્યું તે ખોટું હતું. સંજય રાઉત બધા સામે સખત લડાઈ લડી રહ્યા છે. આથી આવી ધમકીઓ આવી રહી છે. સરકારે વહેલી તકે આ અંગે સંજ્ઞાન લેવું જોઈએ