Homeદેશ વિદેશT20 WC 2022: 'જો ઝિમ્બાબ્વે ભારતને હરાવશે, તો હું ઝિમ્બાબ્વેના પુરુષ સાથે...

T20 WC 2022: ‘જો ઝિમ્બાબ્વે ભારતને હરાવશે, તો હું ઝિમ્બાબ્વેના પુરુષ સાથે લગ્ન કરીશ’, પાક અભિનેત્રીનું અનોખું ટ્વીટ

ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2022માં તેની છેલ્લી મેચ ઝિમ્બાબ્વે સામે રમવાની છે. જો ઝિમ્બાબ્વે આ મેચ જીતે છે તો પાકિસ્તાનને તેનો ફાયદો મળી શકે છે. પાકિસ્તાની ચાહકો અલગ અલગ રીતે ઈચ્છી રહ્યા છે કે ઝિમ્બાબ્વે આ મેચ જીતે. એક પાકિસ્તાની અભિનેત્રીએ હવે આ વિશે એક અનોખું ટ્વિટ કર્યું છે. સહર શિનવારી નામની અભિનેત્રીએ પોતાના ટ્વીટમાં ઝિમ્બાબ્વેના લોકો સમક્ષ એક ઓફર મૂકી છે.

ટ્વીટમાં તેણે લખ્યું છે કે, “હું ઝિમ્બાબ્વેના કોઈની સાથે લગ્ન કરીશ જો તેમની ટીમ કોઈ ચમત્કાર કરે અને છેલ્લી મેચમાં કોઈક રીતે ભારતને હરાવી દે.”

ભારતે પોતાની ત્રણ મેચ જીતી લીધી છે અને સેમિફાઇનલમાં જવાનો તેનો રસ્તો એકદમ સરળ થઇ ગયો છે. પાકિસ્તાન માટે મામલો ઊંધો છે અને તેણે સેમિફાઇનલમાં પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડશે અને ભાગ્યનો પણ સાથ માગવો પડશે. સૌથી પહેલા પાકિસ્તાને સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી મેચ જીતવી પડશે અને ત્યાર બાદ તેણે પોતાની છેલ્લી મેચ પણ જીતવી પડશે. આ સિવાય તેમને ભારતની હાર અથવા તો દક્ષિણ આફ્રિકાની છેલ્લી મેચમાં હારની અપેક્ષા રાખવી પડશે.

નોંધનીય છે કે પાકિસ્તાન પોતે જ ઝિમ્બાબ્વેનો શિકાર બન્યું છે. ઝિમ્બાબ્વેએ માત્ર 130 રન બનાવ્યા હોવા છતાં પાકિસ્તાનને હરાવ્યું હતું અને સેમિફાઇનલમાં જવાની તેમની આશાને ફટકો આપ્યો હતો.

RELATED ARTICLES

Most Popular