બોલીવૂડના રહસ્યો ખોલશે કરણ જોહરની આ નવી સિરીઝ

ફિલ્મી ફંડા

કરણ જોહર તેના ફેન્સ માટે એક મોટું સરપ્રાઈઝ લઈને આવી રહ્યો છે. અત્યાર સુધી તમે તેને ‘કોફી વિથ કરણ’ શો હોસ્ટ કરતા જોયો જ હશે, જ્યાં તે સેલિબ્રિટીઝના મોઢે જ બધા સિક્રેટ્સ ઉઘાડા પાડી દે છે. હવે તે એક નવો શો લઈને આવી રહ્યો છે, જેમાં તે બોલીવૂડના અનેક રહસ્યો ખોલશે. આ સાથે ‘કોફી વિથ કરણ’ની 8મી સીઝનને લઈને પણ આજકાલ ઘણી ચર્ચા થઈ રહી છે. આ ઉપરાંત પ્રતિષ્ઠિત D23 એક્સ્પોમાં Disney+ Hotstar સાથે ધર્મ પ્રોડક્શનની શ્રેણી ‘મહાભારત’ની પણ જાહેરાત કરી હતી.
કરણ જોહર હાલમાં લોકપ્રિય ચેટ શો કોફી વિથ કરણની 7મી સીઝન હોસ્ટ કરી રહ્યો છે, જે ડિઝની પ્લસ, હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહ્યો છે. હવે તે એક નવી વેબ સિરીઝ લઈને આવી રહ્યો છે, જે તેના ફેવરિટ વિષય ‘સિક્રેટ્સ ઓફ બોલીવૂડ’ પર આધારિત હશે. આ શો ડિઝની પ્લસ હોટસ્ટાર પર પ્રસારિત થશે. વૈશ્વિક ડિઝની ફેન ઇવેન્ટ ‘ધ ડી23’ એક્સ્પોમાં આ વાત બહાર આવી હતી. તેનું નામ ‘શો ટાઈમ’ છે. આ સાથે જ કરણ જોહરે OTT પ્લેટફોર્મે પર ત્રણ જાહેરાતો કરી હતી. બીજી જાહેરાત કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ’ની 8મી સીઝન સાથે સંબંધિત છે.
શો ‘કોફી વિથ કરણ’ વિશે વાત કરીએ તો, અત્યાર સુધી 7મી સીઝનમાં સારા અલી ખાન, જાહ્નવી કપૂર, વિજય દેવરાકોંડા, સામંથા રૂથ પ્રભુ, ટાઈગર શ્રોફ, કૃતિ સેનન, અક્ષય કુમાર, કેટરિના કૈફ, વિકી કૌશલ, ઈશાન ખટ્ટર, સિદ્ધાંત ચતુર્વેદી જેવા ઘણા સ્ટાર્સ તેમાં આવી ચૂક્યા છે અને તેમના જીવનના રહસ્યો જાહેર કરી ચૂક્યા છે. હવે કરણે આ શોની આઠમી સિઝનની જાહેરાત કરી છે. ‘કોફી વિથ કરણ 8’ માત્ર OTT પર આવશે આ શોની આગામી સિઝન પણ આ સિઝનની જેમ OTT પર આવશે. તેને કરણ જોહર હોસ્ટ કરશે. શો ‘કોફી વિથ કરણ’ ની શરૂઆત 2004 માં થઈ હતી અને 2019 સુધી આ શો ટીવી ચેનલ સ્ટાર વર્લ્ડ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત કરણે મહાભારત નામની નવી સિરીઝની પણ જાહેરાત કરી હતી. આ સિરીઝ પ્રાચીન ભારતના ધર્મ અને અધર્મ વચ્ચેના સંઘર્ષ વિશેના મહાકાવ્ય પર આધારિત છે, જેમાં પાંડવ અને કૌરવ રાજકુમારો વચ્ચે ઉત્તરાધિકાર માટેનું યુદ્ધ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.