Homeસ્પેશિયલ ફિચર્સએક નેલ પોલિશની કિંમત 1,90,00,000 રૂપિયા....???

એક નેલ પોલિશની કિંમત 1,90,00,000 રૂપિયા….???

જો તમને કોઈ પૂછે કે તમારા કલેકશનમાં મોંઘામાં મોંઘી નેલ પોલિશની કિંમત શું છે તો આ સવાલનો જવાબ હશે 300 400 રૂપિયા… અને વાત અંબાણી કે કોઈ સેલિબ્રિટીની હોય તો આ કિંમત હજારો કે લાખોમાં હોઈ શકે પણ ક્યારેય તમે કોઈ દિવસ કરોદો રૂપિયાની નેલ પોલિશ વિશે સાંભળ્યું છે કે…? નહીં ને તો અમે તમને આજે આ મોંઘીદાટ નેલ પોલિશ વિશે જણાવવા જઈ રહ્યા છે જેની કિંમત સાંભળ્યા પછી કદાચ તમારી આંખો પહોળી જ નહીં પણ મોઢું પણ ખુલ્લું જ રહી જશે. એટલું જ નહીં પણ આટલી કિંમતમાં તો તમે મુંબઈના મુલુંડ ઘાટકોપર જેવા વિસ્તારમાં ટુ બીએચકેનો ફ્લેટ ખરીદી શકો છો… દુનિયાની સૌથી મોંઘી નેલ પૉલિશનું નામ છે અજેચર બ્લેક ડાયમંડ (Azature Black Diamond)છે અને આ કાળા રંગની નેલ પૉલિશને લૉસ એન્જેલિસના ડિઝાઈનર અજેચર પોગોસિએને બનાવી છે.
આ બ્લેક કલરની નેલ પૉલિશની એક બોટલની કિંમત લગભગ 2,50,000 ડૉલર, એટલે કે 1 કરોડ 90 લાખ રૂપિયા છે. આ કાળા રંગની નેલ પૉલિશને ખરીદનારાઓમાં હોલિવુડ એક્ટ્રેસ મેગનન ફોક્સ, કેલી ક્લાર્કસન અને લિવ ટાયલેરનો સમાવેશ થાય છે. જોકે આ પહેલી વખત નથી કે આ બ્રાન્ડ દ્વારા આવી મોંઘી નેલ પોલિશ બનાવવામાં આવી હોય. આ પહેલાં પણ આ બ્રાન્ડે લાખો રૂપિયાની અને ડાયમંડની નેલ પૉલિશ લોન્ચ કરી હતી. પરંતુ બ્લેક ડાયમંડ નેલ પૉલિશ અજેચર આગળ તમામ આ નેલ પૉલિશ તદન ઝાંખી છે.
હવે તમને થશે કે આખરે શા માટે છે આ નેલ પોલિશ આટલી મોંઘી છે તો આ રહ્યો તમારા સવાલનો જવાબ…
અજેચર બ્લેક ડાયમંડનું આટલું મોંઘુ હોવાનું રહસ્ય તેને બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવનાર સામગ્રી છે. આને ડિઝાઈન કરનાર ડિઝાઈનરે આને બનાવવા માટે 267 કેરેટ બ્લેક ડાયમંડનો પ્રયોગ કર્યો છે. આ જ કારણ છે કે આ નેલ પૉલિશની કિંમત 2 કરોડ રૂપિયાની આસપાસ છે. આ નેલ પૉલિશ એક મોંઘી Manicure Serviceની સાથે આવે છે. એટલા માટે અમુક જ સેલિબ્રિટી Manicurists દ્વારા આનો ઉપયોગ કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં આને માત્ર 25 લોકોએ જ ખરીદી છે.
gold rush couture nail polish પણ દુનિયાની એક મોંઘી નેલ પૉલિશ છે અને આ નેલ પોલિશની કિંમત 93 લાખ રૂપિયા છે. આ નેલ પૉલિશની ખાસ વાત એ છે કે, આની બોટલ પર 118 ક્રિસ્ટલ ડાયમંડ્સ લગાવવામાં આવ્યા છે. આઈ ડૂ બાય એલે કૉસ્મેટિક્સ નેલ પૉલિશ પણ મોંઘી નેલપેઈન્ટમાં સામેલ છે. આને પ્લેટિનમના ભૂક્કાથી બનાવવામાં આવે છે અને તેની કિંમત 40 લાખ રૂપિયા છે…
ભાઈસાબ આટલી મોંઘી નેલ પોલિશ વિશે તો આપણે ખાલી વાંચી અને સાંભળી જ શકીએ, હોય ભાઈ ઊંચે લોગ ઊંચી નહીં બહોત ઊંચી પસંદ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular