હરિયાણાના આ ધારાસભ્યએ પાર્ટીને કહ્યું ટાટા બાય બાય…

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કોંગ્રેસના ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈએ હરિયાણા વિધાનસભામાંથી રાજીનામું આપ્યું હતું. બિશ્નોઈએ પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ જ્ઞાનચંદ ગુપ્તાને સોંપ્યું હતું. તેમના રાજીનામાથી હિસાર જિલ્લાની આદમપુર બેઠક પરથી પેટાચૂંટણીની જરૂર પડશે, જેનું હાલમાં બિશ્નોઈ પ્રતિનિધિત્વ કરે છે. 53 વર્ષીય બિશ્નોઈને જૂનમાં રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા પછી તરત જ કોંગ્રેસ દ્વારા તમામ પક્ષના હોદ્દા પરથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
કુલદીપ બિશ્નોઈ આવતી કાલે સત્તાધારી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે.
કુલદીપ બિશ્નોઈ ચાર વખત ધારાસભ્ય અને બે વખત સાંસદ રહી ચૂક્યા છે. કૉંગ્રેસ પક્ષમાં તેમની સતત અવગણના થઇ રહી હોવાનું તેઓ અનુભવી રહ્યા હતા.
તાજેતરના અઠવાડિયામાં, બિશ્નોઈએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના વડા જેપી નડ્ડા અને હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર સહિત ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠકો કરી હતી. બિશ્નોઈએ મંગળવારે સાંજે આદમપુર ખાતે તેમના સમર્થકો સાથે બેઠક યોજી હતી અને તેમની પાસેથી ભાજપમાં જોડાવા અંગે સૂચનો માંગ્યા હતા, જેને બધાએ હાથ ઊંચા કરીને સમર્થન આપ્યું હતું. આ પછી બિશ્નોઈએ તેમને કહ્યું કે લાંબા વનવાસને સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે આદમપુર મતવિસ્તારના લોકોની માંગ પર તેઓ 3 ઓગસ્ટે ચંદીગઢ જશે અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે અને 4 ઓગસ્ટે તેઓ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.