Homeમેટિનીબોલીવૂડના કલાકારોને કરિયરમાં આ ભૂલ ભારે પડી

બોલીવૂડના કલાકારોને કરિયરમાં આ ભૂલ ભારે પડી

નિધિ ભટ્ટ

બોલીવૂડ ઇન્ડસ્ટ્રી હજારો કરોડ રૂપિયાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે અને વિશ્ર્વમાં સૌથી વધુ ફિલ્મ બનાવતી ઈન્ડસ્ટ્રીમાંથી એક છે. બોલીવુડમાં કામ કરવા દેશને ખૂણે ખૂણેથી આશાસ્પદ યુવાન-યુવતીઓ મુંબઈ તરફ ખેંચાઈ આવે છે. કહેવાય છે કે જો ટેલેન્ટ હોય અને મહેનત કરવાની તૈયારી હોય તો બોલીવૂડમાં સફળતા જરૂર મળે. કોઈ પણ પ્રકારના ફિલ્મી પરિવારવાળા બેકગ્રાઉન્ડમાંથી ન હોવા છતાં સફળ થયેલા કલાકારો સુપર સ્ટારડમ સુધી પહોંચ્યા છે. પણ ઘણીવાર કરિયરમાં કરેલી નાનકડી ભૂલ તેમને ભારે પડી હોય તેવું તેઓ જાહેરમાં કબૂલ કરી ચુક્યા હોય છે અને એ ભૂલનો પસ્તાવો પણ તેમને થાય છે. જાણીએ કેટલાક જાણીતા સિતારાઓની આવી ભૂલો.
——-
કેટરિના કૈફ
કેટરિના કૈફે તેની કરિયરની શરૂઆત ફિલ્મ ‘બૂમ’થી કરી હતી, જેમાં તેણે ઘણા બોલ્ડ સિન્સ કર્યા હતાં. આ ફિલ્મ કર્યા બાદ એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે જો તેને ભારતીય સંસ્કૃતિ અને પરંપરા વિશે પહેલથી ખબર હોત તો આ ફિલ્મ તે કદી ન કરત.
——-
અજય દેવગન
અજય દેવગન બોલીવૂડમાં સુપરસ્ટારનું સ્થાન ધરાવે છે અને તેને નામે અનેક હિટ ફિલ્મો બોલે છે. તેની કરિયરમાં બે એવી ફિલ્મો છે, જે કરીને અજય પસ્તાય છે. અજયે પોતાની ફિલ્મ ‘રાસ્કલ્સ’ અને ‘હિમ્મતવાલા’ માટે કહ્યું હતું કે તેણે આ ફિલ્મો જોઈ નથી. તેને આ ફિલ્મોના શૂટિંગ વખતે જ સમજાઈ ગયું હતું કે આ ફિલ્મો બોક્સઓફિસ પર કંઈ નહીં ઉકાળી શકે.
——-
સૈફ અલી ખાન
બોલીવૂડના ‘નવાબ’ સૈફ અલી ખાન પણ ફિલ્મ ‘હમશકલ’ને પોતાની કરિયરની સૌથી મોટી ભૂલ માને છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે તે આવું કામ ફરી નથી કરવા માંગતો. આ ફિલ્મમાં તેણે ટ્રિપલ રોલ ભજવેલા, જેમાં એક ફિમેલ કેરેક્ટર માટે ક્રોસ ડ્રેસિંગ પણ કર્યું હતું.
——–
ટ્વિન્કલ ખન્ના
ટ્વિન્કલ ખન્ના બોલીવૂડમાં પોતાના બિન્દાસ અંદાજ માટે જાણીતી છે. તે પોતાના વિચારો એકદમ ખુલીને
વ્યક્ત કરે છે. તેણે ‘મેલા’ ફિલ્મને પોતાના કરિયરની
સૌથી મોટી ભૂલ ગણાવી હતી. વર્ષ ૨૦૦૦માં રિલીઝ થયેલી આ ફિલ્મ ટ્વિન્કલની છેલ્લી
ફિલ્મ હતી.
———
પ્રિયંકા ચોપડા
સાઉથનો અભિનેતા રામચરણ બોલીવૂડમાં પણ ફેન ફોલોઇંગ ધરાવે છે. પણ બહુ ઓછા લોકો જાણે છે કે તેણે પ્રિયંકા સાથે ‘ઝંઝીર’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું જે સુપર ફ્લોપ સાબિત થઈ હતી. પ્રિયંકાનું માનવું છે કે આ ફિલ્મ તેની કરિયરની સૌથી મોટી ભૂલ હતી.

RELATED ARTICLES

Most Popular