Homeઆપણું ગુજરાતડોલરની ચમકની રૂપિયો ઓછી કરશે ? આટલા દેશ તૈયાર છે ભારતીય રૂપિયામા...

ડોલરની ચમકની રૂપિયો ઓછી કરશે ? આટલા દેશ તૈયાર છે ભારતીય રૂપિયામા વેપાર કરવા

એ વાત ખરી કે અમેરિકી ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયો ગગડી રહ્યો છે, પણ ભારતીય ચલણને ઉપર લાવતી એક વાત જાણવા મળી છે. એવા એક બે નહીં પણ 18 દેશ છે જે ભારત સાથે ભારતીય ચલણમાં વેપાર કરવા તૈયાર છે. રશિયા અને યુકે સહિત અત્યાર સુધીમાં 18 દેશોના 60 જેટલા સ્પેશિયલ રૂપિયા વોસ્ટ્રો એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે.
આ જોતા લાગી રહ્યું છે કે ભારતીય ચલણ આંતરાષ્ટ્રીય ચલણ બનવા તરફ આગળ વધી રહ્યું છે. દુનિયાના ઘણા દેશો ભારત સાથે રૂપિયામા વેપાર કરવાની તૈયારી બતાવી રહ્યા છે. અન્ય દેશો આપણી સાથે રૂપિયામાં આસાનીથી કામ કરી શકે તે માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા પણ ઘણા પ્રયાસો કરી રહ્યા છે. આ દેશોની યાદીમાં રશિયા અને શ્રીલંકા પણ સામેલ છે.
આ માહિતી તાજેતરમાં કેન્દ્રીય નાણાં ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન ભાગવત કરાડે રાજ્યસભામાં આપી હતી.
ભારત માટે અને ખાસ કરીને આંતરાષ્ટ્રીય વેપાર સાથે જોડાયેલા લોકો માટે આ ખૂબ સારા સમાચાર છે. આ સાથે યુપીઆઈના માધ્યમથી આંતરાષ્ટ્રીય સ્તરે નાણાંનો વ્યવહાર થઈ શકે તે દિશામાં પણ કામ થઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular