Homeઆપણું ગુજરાતસમૃદ્ધ ગુજરાતમાં આટલા બાળકો છે કુપોષિત

સમૃદ્ધ ગુજરાતમાં આટલા બાળકો છે કુપોષિત

વડા પ્રધાન તરીકે ડો. મનમોહન સિંહે એકવાર કહ્યું હતું કે કુપોષણ એ રાષ્ટ્રીય શરમ છે. તેમની સરકારના સમયમાં કુપોષણના આંકડા ચિંતાજનક હતા અને તે બહાર આવતા ભાજપે તેમની ભારે ટીકા કરી હતી, પરંતુ 30 વર્ષથી વધારે સમય ગુજરાતમાં સત્તા પર બેસેલી ભાજપ સરકારના રાજમાં પણ કુપોષણના આંકડા શરમજનક છે.
કોંગ્રેસ દ્વારા પૂછવામાં આવેલા સવાલના લેખિત જવાબમાં આપવામા આ આંકડા આપણી આરોગ્ય અને અન્ન પૂરવઠા વ્યવસ્થાની ચાળી ફૂંકે છે. રાજ્ય સરકાર દ્વારા કુપોષિત બાળકો વિશે આપવામાં આવેલી માહિતી પ્રમાણે, રાજ્યમાં 30 જિલ્લામાં 1,25,707 બાળકો કુપોષણથી પિડાય છે. જેમાં 1,01,586 બાળકો ઓછા વજન ધરાવતા બાળકો નોંધાયા છે. જેમાં અતિ ઓછા વજનવાળા 24,121 બાળકો નોંધાયા છે. આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જિલ્લામાં સૌથી વધુ 12,492 બાળકો અને વડોદરા જિલ્લામાં 11,322 બાળકો કુપોષિત છે.
કોંગ્રેસે આપેલી માહિતી અનુસાર સૌથી વધારે કુપોષિત બાળકોમાં વડોદરા જિલ્લો, નર્મદા, સાબરકાંઠા,પંચમહાલ, મહિસાગર, આણંદ, છોટા ઉદેપુર, સુરત જેવા જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા 5 હજાર કરતાં વધારે નોંધાઈ છે. ઓછા વજનવાળા બાળકોની સંખ્યાની વાત કરીએ તો નર્મદા, સુરત, આણંદ, વડોદરા, સાબરકાંઠામાં સરેરાશ 5 હજાર કરતાં વધારે બાળકો નોંધાયા છે. અતિ ઓછાવાળા વજનવાળમાં 2 હજાર કરતાં વધારે સંખ્યા હોય તેવા જિલ્લામાં વડોદરા અને નર્મદાનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કુપોષણ દૂર કરવા માટે વિવિધ યોજનાઓ પણ હાથ ધરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ સહાય ચુકવવામાં આવે છે. ખાસ કરીને જાહેર થયેલા આંકડામાં આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા વધારે જોવા મળી છે. રાજ્ય સરકાર દ્વારા ગર્ભવતી મહિલાઓને પોષણયુક્ત ખોરાક મળી રહે તે માટે પણ બજેટમાં કરોડોની જાગવાઇ કરવામાં આવી છે. આમ છતાં રાજ્યમાં કુપોષિત બાળકો અને ઓછા વજનવાળા બાળકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, તેવા આક્ષેપો કોંગ્રેસે કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular