ફેંગ શુઇમાં એવિલ આઇનું એક આગવું મહત્ત્વ રહ્યું છે. વર્તુળના આકારમાં ટીયર-ડ્રોપ સાથેનો એક બહુરંગી વાદળી કાચનો નંગ કે જે આંખ જેવો દેખાય છે અને એને જ લોકો એવિલ આઈ તરીકે ઓળખે છે. આ એવિલ આઈનો ઉપયોગ વ્યક્તિગત સુરક્ષા, બાળકો, છોડ અને પ્રાણીઓ, ઘરની બહાર કે અંદર નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે કરી શકાય છે.
આવો જાણીએ એવિલ આઈનો સાચો અને યોગ્ય ઉપયોગ કઈ રીતે કરી શકાય-
એવિલ આઈ તમારા ઘરને પણ બૂરી નજરથી બચાવવામાં મહત્ત્વનો રોલ પ્લે કરે છે. આ એવિલ આઈ નેગેટિવિટીને દૂર કરીને ઘરમાં પોઝિટિવિટી લાવે છે.
બા ગુઆ મિરરની સમાન ચાઇનીઝ એવિલ આઇ ચાર્મનો ઉપયોગ નકારાત્મક ઉર્જા સામે રક્ષણ મેળવવા માટે કરવામાં આવે છે.
એવિલ આઇએ એક તાવીજની જેમ તમને પ્રતિકૂળ મિત્રો, બોસ અને સ્પર્ધકો દ્વારા પહોંચાડવામાં આવનારા નુકસાન કે તકલીફથી બચાવવાનું કામ કરે છે, એટલે શક્ય હોય તો તમારા ઓફિસના ડેસ્ક પર પણ એવિલ આઈ મૂકી રાખો.
તમે તમારી પર્સનલ વસ્તુઓ જેવી કે નવી કાર, ઘર, મોબાઇલ ફોન કે પછી અન્ય કોઈપણ વસ્તુને સુરક્ષિત રાખવા માટે પણ તમે એવિલ આઈનો ઉપયોગ કરી શકો છો.
એવિલ આઈ નકારાત્મક ઉર્જા સામે રક્ષણ આપવાની સાથે સાથે નસીબના દરવાજા ઉઘાડવા માટે, બૂરી નજરથી રક્ષણ મેળવવા માટે કારમાં પણ લટકાવી શકાય છે.
એવિલ આઈનો રંગ વાદળી હોય છે અને તે જીવનમાં સકારાત્મક ઉર્જા અને ખુશીઓ લાવે છે. એવિલ આઇ તાવીજની અંદર વાદળી રંગની છાયા પણ આકાશને દર્શાવે છે જે સત્યનું પ્રતીક છે, અને તેને બૂરી નજર સામે એક રક્ષણાત્મક પદ્ધતિ કે સુરક્ષા કવચ તરીકે જોવામાં આવે છે.