Homeટોપ ન્યૂઝસાઉથના આ દિગ્ગજ સુપર સ્ટારનું અવસાન

સાઉથના આ દિગ્ગજ સુપર સ્ટારનું અવસાન

તેલુગુ સુપરસ્ટાર કૃષ્ણાનું 15 નવેમ્બર, મંગળવારે હૈદરાબાદની હોસ્પિટલમાં અવસાન થયું હતું. પીઢ અભિનેતા અને ભૂતપૂર્વ રાજકારણી કૃષ્ણા સુપર સ્ટાર મહેશ બાબુના પિતા હતા. તેઓ 79 વર્ષના હતા. કૃષ્ણા તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુના પિતા હતા.
ટૂંક સમય પહેલા જ મહેશબાબુની માતા અને કૃષ્ણાના પત્ની ઇન્દિરાદેવીનું નિધન થયું હતું. પત્ની ઈન્દિરા દેવીના મૃત્યુ બાદ કૃષ્ણા હતાશ થઈ ગયા હતા. સોમવારે રાત્રે તેમને શ્વસન સંબંધી સમસ્યાઓની ફરિયાદ ઊભી થઇ હતી. કાર્ડિયાક અરેસ્ટ થયા બાદ હૈદરાબાદની કોન્ટિનેંટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમની તબિયત સતત બગડતી રહી હતી. સોમવારે રાત્રે લગભગ 2 વાગ્યે તેમનું નિધન થયું હતું.
આ સમાચારે સમગ્ર તેલુગુ ફિલ્મ ઉદ્યોગને આઘાતમાં મૂકી દીધો છે. અનેક લોકોએ ટ્વિટર પર અભિનેતાના મૃત્યુ પર શોક વ્યક્ત કરતી પોસ્ટ શેઅર કરી છે.


પીએમ મોદીએ મહેશ બાબુને અને તેમના પરિવારને તેમના પિતાના નિધન પર શોક સંદેશ પાઠવ્યો હતો. તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુને મહેશ બાબુના પિતા કૃષ્ણાના અવસાન પર ભાવનાત્મક નોંધ લખી શ્રદ્ધાંજલિ આપી હતી. અલ્લુ અર્જુને મહેશ બાબુના પિતાને ‘સાચા સુપરસ્ટાર’ કહ્યા હતા. તેલંગનાના સીએમ ચંદ્રશેખર રાવે દિવંગત અભિનેતા કૃષ્ણાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દિગ્દર્શક ત્રિવિક્રમ શ્રીનિવાસ અને રાજકારણી પવન કલ્યાણ તેમના અંતિમ દર્શન કરવા માટે સ્થળ પર પહોંચ્યા હતા.


ફિલ્મ ઉદ્યોગમાં તેમના નોંધપાત્ર કાર્યોમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ પંડંતી કપુરમનો સમાવેશ થાય છે જે વર્ષ 1972માં રિલીઝ થઈ હતી. અલુરી સીથારામા રાજુ, ગુડાચારી 116, જેમ્સ બોન્ડ 777, સિંહાસનમ અને અન્ના થમ્મુડુ જેવી અનેક લોકપ્રિય ફિલ્મો તેમના નામે બોલે છે. સુપરસ્ટાર કૃષ્ણાના પરિવારમાં તેમના ચાર બાળકો – મહેશ બાબુ, પદ્માવતી, મંજુલા અને પ્રિયદર્શની છે.

RELATED ARTICLES

Most Popular