બાળપણમાં તમે એવી ઘણી વાર્તાઓ સાંભળી હશે, જેમાં કોઇ શએતાન કે રાક્ષસનું પાત્ર કોઈ વ્યક્તિને જોઈને જ તેને પથ્થર બનાવી દે. આવા શેતાનના પાત્ર દેખાવમાં ઘણા ભયાનક વર્ણવવામાં આવ્યા હોય છે. ઘણી હોલિવૂડ ફિલ્મોમાં પણ આ પ્રકારની વાર્તાઓ તમે જોઇ હશે. રંતુ આજે આપણે આ પાત્રની નહીં પરંતુ એક એવા તળાવની વાત કરી રહ્યા છીએ જેમાં કોઈ પ્રાણી કે પક્ષી જાય તો તે પથ્થર બની જાય છે. આ ખતરનાક તળાવને મેડુસા લેક અથવા ઝોમ્બી લેક પણ કહેવામાં આવે છે.
આ તળાવ ક્યાં છે, એવો વિચાર તમને આવતો હશે, તો જાણી લો કે આ આ રહસ્યમય સરોવર આફ્રિકા ખંડના તાન્ઝાનિયા દેશમાં છે. આ તળાવને સ્થાનિક લોકો નેટ્રોન લેક કહે છે, જે અરુષા ક્ષેત્રના નગોરોંગોરો જિલ્લામાં આવેલું છે. આ સરોવરની નજીક જતાં જ તમને એક વિશાળ લાલ રંગનું સરોવર દેખાશે જ્યાં અનેક પ્રાણીઓ અને પક્ષીઓની મૂર્તિઓ (તેમના મૃતદેહો જે મૂર્તિ જેવા બની ગયા છે) જોવા મળશે. આ દ્રશ્ય ખૂબ ડરામણું લાગે છે, તેથી જ સ્થાનિક લોકો તે વિસ્તારમાં જતા ડરે છે. આ લોકો આ તળાવને શ્રાપિત માને છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ બધું આ તળાવમાં રહેલા પાણીના કારણે છે. આ તળાવમાં હાજર પાણીનું આલ્કલાઇન લેવલ સામાન્ય તળાવોના પાણી કરતાં વધુ છે. જેના કારણે આ પાણીનું pH લેવલ 10.5 સુધી માપવામાં આવ્યું છે. આ તળાવના પાણીમાં આલ્કલાઇન વધી જવા પાછળનું કારણ ડોઇન્યો લેંગાઇ જ્વાળામુખી છે, જે આ તળાવની ખૂબ નજીક છે. આ જ્વાળામુખીમાંથી નીકળતો લાવા આ તળાવમાં જોવા મળે છે, જે આ પાણીને ખતરનાક રીતે આલ્કલાઇન બનાવે છે. તે વિશ્વનો એકમાત્ર જ્વાળામુખી છે જેનો લાવા નાઈટ્રોકાર્બોનેટ ઉત્પન્ન કરે છે. આ તળાવના પાણીમાં આવા ઘણા રસાયણો જોવા મળે છે, જે પ્રાણીઓ અને પક્ષીઓના મૃતદેહોના વિઘટનની પ્રક્રિયાને ધીમી કરે છે, જેના કારણે આ મૃતદેહો બિલકુલ પ્રતિમા જેવા દેખાય છે.
આ તળાવ શાપિત છે… પ્રાણીઓ પાણીમાં જતાં જ પથ્થરની મૂર્તિ બની જાય છે
RELATED ARTICLES