નૂપુર શર્માની તરફેણમાં આવી કંગના! કહ્યું, આ અફઘાનિસ્તાન નથી…

ટૉપ ન્યૂઝ

દેશભરમાં ચાલી રહેલા મોહમ્મદ પયંગર વિવાદમાં બોલીવૂડ અભિનેત્રી કંગના રણોટની એન્ટ્રી થઈ છે. નોંધનીય છે કે કંગના તેની ફિલ્મો કરતાં તેના નિવેદનોને કારણે વધુ ચર્ચામાં રહે છે. ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ મોહમ્મદ પયગંબર વિશે ટિપ્પણી કર્યા બાદ ભાજપે તેમને સસ્પેન્ડ કરી નાંખ્યા હતાં. જોકે આ મામલો આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગયો છે. હવે કંગનાએ નૂપુરના સમર્થનમાં પોસ્ટ શૅર કરી હતી.
કંગનાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે, નૂપુર પોતાના મનની વાત વ્યક્ત કરવા માટે સ્વતંત્ર છે. તેને જે રીતની ધમકી આપવામાં આવી રહી છે તે મેં જોયું. જ્યારે રોજ હિંદુ ભગવાનોનું અપમાન કરવામાં આવે છે તો આપણે કોર્ટ જઈએ છીએ. ‘આ અફઘાનિસ્તાન નથી. આપણે લોકો પૂરી વ્યવસ્થા સાથે ચાલતી સરકારનો હિસ્સો છીએ. આ સરકારને આપણે પસંદ કરી છે અને તેને લોકશાહી કહેવામાં આવે છે. આ માત્ર તે લોકોને યાદ અપાવવા માટે છે કે જે હંમેશાં આ વાતને ભૂલતા રહે છે.
ઉલ્લેખનીય છે કે ભાજપની પ્રવક્તા નૂપુર શર્માએ પયંગર મોહમ્મદ પર કરેલી ટિપ્પણીનો અનેક દેશોએ વિરોધ કર્યો હતો. ત્યારબાદ ભાજપે નૂપુરને સસ્પેન્ડ કરી દીધી હતી. આ મુદ્દે ઘણો જ હંગામો થયો છે. ભારત સરકારે કહ્યું હતું કે આવા નિવેદન આપનાર લોકો ‘ફ્રિંજ એલિમેન્ટ’ એટલે કે દેશના ભાગલા કરાવનાર લોકો છે.
કંગનાની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધાકડ’ બોક્સ ઓફિસ પર સુપરડુપર ફ્લોપ રહી હતી. કંગના હવે ‘તેજસ’માં જોવા મળશે. આ ઉપરાંત કંગનાએ ‘ઇમર્જન્સી’નું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં કંગના ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.