સમજણ-દીપ્તિ ધરોડ

ચોમાસાની ઋતુ આપણા બધા માટે જેટલી મજેદાર, મસ્તી અને આનંદની ક્ષણો લઈને આવે છે એટલી જ સંવેદનશીલ પણ હોય છે. આરોગ્યની દૃષ્ટિએ પણ અને ઘરમાં રહેલાં રાચ-રચીલાં જેમ કે ફર્નિચર, કિચનના મસાલા, લેધરનો સામાન વધારાની માવજત માગી લે છે. આજે આપણે અહીં વાત કરીશું કેટલીક એવી જ નાની નાની ટિપ્સ વિશે કે જેને અમલમાં મૂકીને તમે મૉન્સૂનને મનભરીને માણી પણ શકશો અને સાથે સાથે તમારા ઘરનું ધ્યાન પણ સારી રીતે રાખી શકશો…
* જે રીતે આપણે ઋતુ પ્રમાણે આપણા વૉર્ડરોબ અને ખાવા-પીવાની આદતોમાં પરિવર્તન લાવીએ છીએ એ જ રીતે ઋતુ પ્રમાણે ઘરના ઈન્ટીરિયરમાં પણ નાના-મોટા ફેરફાર કરવા જ જોઈએ. હેવી કારપેટની જગ્યાએ ચોમાસામાં તમે હળવો ગાલીચો પાથરી શકો છો, જેથી જો એ ભીંજાઈ જાય તો પણ ઝડપથી સુકાઈ જાય અને તેને વધુ કોઈ નુકસાન ન પહોંચે.
* ચોમાસું છે એટલે ભીનાં કપડાં, ચંપલમાંથી આવતી ભેજવાળી ગંધથી બચવા માટે ઘરમાં હવા અને પ્રકાશની યોગ્ય પ્રમાણમાં અવરજવર થાય એવી ગોઠવણ કરો. આ ઉપરાંત તમે રૂમ ફ્રેશનર્સ, એર ફ્રેશનર્સ કે પછી સેન્ટેડ કેન્ડલ્સનો ઉપયોગ પણ કરી શકો છો.
* લાકડાનું ફર્નિચર, જેમ કે ડાઈનિંગ ટેબલ, સ્ટડી ટેબલ, શૂ રેક વગેરેને ભેજ લાગતાં અને ભીંજાતાં બચાવવાનો પ્રયાસ કરો. જો આવું કોઈ ફર્નિચર બારી કે દરવાજાની પાસે રાખ્યું છે તો ચોમાસા દરમિયાન તેની જગ્યા બદલી નાખો. આ સિવાય શૂ રેક અને કબાટમાં સિલિકા જેલનાં પેકેટ્સ રાખો, જેથી મોઈશ્ર્ચરને કારણે તમારી વસ્તુઓને ખરાબ થતાં અટકાવશે અને હ્યુમિડ વાતાવરણમાં તેને સૂકી રાખશે.
* ઘણી વખત આપણે કોઈ ઈવેન્ટમાં એવાં હેવી કપડાં પહેરીએ છીએ કે જેને એક વખત પહેરીને ધોવાનું શક્ય ન હોય તો એવાં કપડાંને ધોયા વિના કબાટમાં મૂકતાં પહેલાં બરાબર સૂકવી લો, જેથી તેને ફંગસ ન લાગે કે પછી તેમાંથી દુર્ગંધ ન આવે.
* ઘરમાં રહેલાં લેધરનાં કપડાં કે સામાનની આ સીઝનમાં ખાસ કાળજી રાખો. લેધરની વસ્તુઓને હંમેશાં ડ્રાય કે પછી એવી કોઈ જગ્યા પર સાચવીને રાખો કે જ્યાં મોઈશ્ર્ચર ન હોય.
* જો તમને ગાર્ડનિંગનો શોખ હોય તો તમારા પ્લાન્ટ્સને ભારે વરસાદમાં બહાર મૂકવાનું ટાળો અને જે પ્લાન્ટ્સ હળવા કે નાજુક હોય એને ઘરની અંદર શિફ્ટ કરો.
* ચોમાસાની ઋતુ અટલે કીડા-મકોડાની ઋતુ… એટલે એનાથી બચવા માટે સાંજના સમયે ઘરનાં બારી-બારણાં બંધ કરો અને શક્ય હોય તો ઘરમાં બારી અને દરવાજામાં જાળી લગાવો અને આ સિવાય બૉડી પર લોશન અને ક્રીમ એપ્લાય કરો.
* ચોમાસામાં કપડાં સારી રીતે સુકાતાં નથી તેને કારણે તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. એટલે કપડાં ધોતી વખતે સારી ફ્રેગરન્સવાળા ફેબ્રિક કન્ડિશનરનો ઉપયોગ કરો.
* સ્ટોરેજ અને લૉફ્ટમાં ભેજની સમસ્યાથી બચવા માટે ચોમાસાં પહેલાં જ પ્લાસ્ટિક કે પછી ફાઈબરની શીટથી કવર કરી લો, જેથી તમારી વસ્તુઓને કે ઘરની દીવાલને વધુ નુકસાન ન થાય.

Google search engine