કોમને પ્રગતિના પંથે લઇ જવાનો આ રહ્યો આસાન માર્ગ

વાદ પ્રતિવાદ

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

કુટુંબ, કોમ તેમ જ સમાજની તરક્કી માટેનો સૌથી ઉત્તમ માર્ગ ઇલ્મ અને અદબ છે. ઇસ્લામની શરૂઆતમાં મુસ્લિમોની ચડતીનું રહસ્ય ઇલ્મ, અદબ હતું. પયગંબર હઝરત મુહંમ્મદ સલ્લલ્લાહો અલૌહિ વસલ્લામ (સલ.)એ ઇલ્મ અને અદબથી અજ્ઞાન, અભણ અને જંગલી અરબ કોમમાં આપસમાં ભાઇચારો વધારી એક બીજાને ભાઇ-ભાઇ બનાવ્યા અને હંમેશાં પોત-પોતાનામાં લડાઇ-ઝઘડા કરનાર કોમને એક જગ્યાએ ભેગા કરી દીધા. દુશ્મની, નફરત એટલે કે કોઇને પોતાના કરતા હલકો સમજવો, કુસંપ, જુદાઇ, અજ્ઞાનતાના દુર્ગુણોથી ભરપૂર અરબો, જેઓ ન તો પોતાને ઓળખતા હતા, ન ખુદાને! તેઓમાં પયગંબરે ઇસ્લામ (સલ.) એ ઇલ્મ અને અદબથી તે દુર્ગુણો દૂર કરી એ ઇસ્લાહ (સુધારણા) કરી કે એક સમયે અરબ કોમ જગતની સૌથી આગળ પડતી કોમમાં ગણાઇ. (સુબ્હાન અલ્લાહ: ઇશ્ર્વરનો આભાર)
આપ અલ્લાહના પયગંબરે ઇસ્લામે ઇસ્લામનું નૂર (પ્રકાશ) ફેલાયા અગાઉ લોકોમાં જે ખરાબ આદતો (ટેવો), ખરાબ ચાલચલણ, ખરાબ આમાલ (કરણી)નો દોર હતો તે ઇલ્મ અને અદબથી દૂર કરી તેમને ઇન્સાન બનાવ્યા અને તેમનામાં રહેલી જંગાલિયત, હેવાનિયત (પશુપણા)ની આદતો જેવી અનેક પાશવીપણાનો નાશ કર્યો.
ઇસ્લામની શરૂઆતમાં જયારે પયગંબર (સલ.) મદિના પધાર્યા ત્યારે મદિનાના લોકો તેમને લેવા ગયા હતા. જેમાં સ્ત્રીઓ, પુરુષો, નાના-મોટા, અમીર-ગરીબ વગેરે સર્વે હતા. તેઓ ભેગા ગયા હતા. તે વખતે કેટલી અજ્ઞાનતા ફેલાયેલી હતી કે તેઓ આપ હુઝૂરે અનવર (સલ.)ની આગળ આગળ ચાલતા, ઢોલ વગાડતા, નાચતા અને ગાતા હતા. સ્ત્રીઓ તાળીઓ વગાડતી અને ગાતી હતી. આપ તેઓ માટે ભલી દુઆઓ કરતા હતા અને ચાલતા હતા.
* તેઓમાં જ્ઞાન કે સદ્ગુણ ન હતો.
* તેઓની ચાલચલણ અદબ-શિષ્ટાચારપૂર્વકની નહોતી.
* તેઓ અજ્ઞાનતામાં એટલા બધા ડૂબેલા હતા કે પયગંબર (સલ.) પાસે જતા ત્યાં ઉંધા પડીને કહેતા ‘અય મુહંમ્મદ! અમને વાર્તાઓ સંભળાવ.’
* આપ (સલ.) ના ઘરે જતા અને દરવાજો ઠોકતા અને કહેતા ‘અય મુહંમ્મદ! બહાર આવ…!’
* તેઓની ભાષા જ આ હતી સારા સંસ્કારોનું નામોનિશાન નહોતું. સભ્યતાથી તેઓ અજાણ-અજ્ઞાન હતા.
* આવા જંગલીઓ અને અભણોમાં અલ્લાહના રસૂલ સલ્લલ્લાહો અલૈયહિ વઆલેહિ સલ્લમ (અર્થ: અલ્લાહ આપને અને આપના પરિવાર-વંશજો પર પોતાના આશીર્વાદ મોકલે તથા શાંતિ અર્પે, આપના ઉપર દરૂદોસલામ) પોતે મળતા, નરમાશથી તેમને સમજાવતા અને ઇલ્મ-અદબથી તેમને સુધારવાની કોશીશ કરતા. તકરીર-વક્તવ્ય દ્વારા અને સદ્ગણોથી તેઓને ધીમે ધીમે મનુષ્ય બનાવ્યા.
* એ જંગલી અરબ સ્ત્રી અને પુરુષોને ટૂંક સમયમાં જ ભણેલા, આલીમો, પરહેઝગાર (સંયમી), સદ્ગુણી, સમજદાર અને અદબવાળા શિષ્ટાચારી બનાવી દીધાં અને તેઓને જગતની મહાન વ્યક્તિઓની હરોળમાં લાવી ખડા કરી દીધા. (માશાલ્લાહ : ઇશ્ર્વરની પ્રશંસા-તારિફ).
* આપ હુઝૂરે અનવર (સલ.) એ તદ્ન અશક્ય વાતને શક્ય બનાવી દીધી અને આપ જનાબે રસૂલેખુદા સલ્લલ્લાહો અલૈયહિ વઆલૈહિ સલ્લામે પોતાની હયાતે જિંદગીમાં જ નજરોનજર જોઇ લીધું કે લાખો મુસલમાનો સદ્ગુણી, ચારિત્રવાન અને કેળવાયેલી હસ્તી ધરાવતા હતા. ઇલ્મ અને અદબના તેઓ પાબંદ બની ગયા હતા.
એ એક એવો દૌર આવ્યો હતો જ્યારે જગતના મોટા ભાગના દેશોમાં ઇસ્લામી શાસનનો ધ્વજ ચોતરફ લહેરાતો જોવા મળતો હતો. આ સઘળુ ઇલ્મ, અદબના રસૂલેખુદા (સલ.)ના શિક્ષણને આભારી હતું! હિદાયત, માર્ગદર્શન અને ધર્મની સાચી સમજના પ્રતાપે હતું! તેના પર અમલ કરવાને કારણે હતું!
સમયના વિતવા સાથે અમલ વિસરાતું ગયું. ઇસ્લામની જાહોજલાલી ભૂતકાળ બની ગઇ. આજના સમયમાં મુસલમાનો કોમને પ્રગતિના પંથ લઇ જવા માગતા હોય તો તેમણે ઇલ્મ અને અદબના શિષ્ટાચારની શરૂઆત ઘરઆંગણેથી કરવી જોઇએ. સદ્ગુણ જ એક એવી બાબત છે જે મનુષ્યના નફસ (પ્રાણ, આત્મા, સત્વ)ને ખરો ઇન્સાન બનાવી શકે છે. (અલહમ્દોલિલ્લાહ : સર્વ વખાણ રબ માટે જ.)
– જાફરઅલી ઇ. વિરાણી
* * *
બેઇલ્મ અને બેઅદબ
મરણ પામેલાં મુડદાં જેવા
નામે મુસલમાનની ફરજ છે કે તેઓ પોતાની ઔલાદને ઇલ્મ અને અદબથી કેળવી તેમને નાનપણથી જ સંસ્કારી બનાવે જેથી સંતાનો દરેક હકીકતને તેના ખરા રૂપમાં સમજી શકે. પોતાનાં માતા-પિતાનો એહસાન માને, તેમની આજ્ઞા વિરુદ્ધનું કાર્ય કદી પણ કરે નહીં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.